વાત વાત માં એની વાત! .

PrAtik_Barot
By -

અંક ૧ (પહેલો)



એક દિવસ હું અને મારો મિત્ર બંને સાથે બેઠા હતા. વર્ષો પછી મળ્યા હોવાથી, અમે એકબીજાને મળીને ખૂબ ખુશ થયા.

થોડા સમય બાદ મારા મિત્રનો પહેલો પ્રશ્ન હતો, “યાર, જિંદગી કેવી ચાલે છે?”
મેં ધીમા અવાજે જવાબ આપ્યો, “જેમ ચાલવી જોઈએ તેમ.”

એટલામાં જ અચાનક એક અવાજ આવ્યો. અમે નજર કરી તો બે પતિ-પત્ની ઝઘડતા હતા.
મારો મિત્ર બોલ્યો, “અરે યાર, આ તો રોજનું જ હશે.”

હું થોડો સમય સુધી તેમને જોતો રહ્યો અને પછી પાછો આવીને બેસી ગયો.
મેં કહ્યું, “શું માટે ઝઘડતા હશે? પ્રેમથી રહી ન શકે?”

એટલામાં મારો મિત્ર અચાનક બોલ્યો, “અરે, અંજલિ ક્યાં છે?”
અંજલિ મારી માટે શું હતી, એ તો માત્ર હું જ જાણતો હતો.

હું થોડો સમય મૌન રહ્યો.
તે ફરી બોલ્યો, “જવાબ આપ ને…?”
એની વાણી મને કંઈક અલગ લાગી.

મેં ધીમેથી કહ્યું, “મને નથી ખબર…”

પછી અમે બંને થોડો સમય ચૂપ રહ્યા.
તે બોલ્યો, “માફ કરજે દોસ્ત, મને ખબર નહોતી…”

મેં કહ્યું, “કોઈ વાંધો નથી. મને તેની કોઈ શિકાયત નથી…
એ જ્યાં પણ હોય, ખુશ હોય—બસ એટલું જ જોઈએ.”

આવું કહેતા જ તે બોલ્યો, “ભાઈ, તું વાત ખોટી કરી…”

એ શબ્દો સાંભળતાં જ મને કંઈક થવા લાગ્યું.
મારી આંખોમાં જાણે હજારો વર્ષોથી ભરાયેલો દરિયો ઉભરી આવ્યો.
હૈયું ફાટી નીકળે એવું રુદન થઈ રહ્યું હતું…

અને એ જ પળે હું જમીન પર ઢળી પડ્યો.


લી. પ્રતિક ની કલમે

વધુ આવતા અંકમાં… 👌

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !