Save baby girl #betibachao



છેલ્લે સુધી વાંચજો...! રડવુંના આવે તો સમજવું કે તમારે દિમાગ છે પણ દિલ નથી !!
હરખ ભેર કિરીટભાઈ એ ઘરમાં પ્રવેશ  કર્યો…‘સાંભળ્યું ?’ અવાજ સાંભળી કિરીટભાઈનાં પત્ની નયનાબેન
હાથમાં પાણીનો ગ્લાસ લઈને બહાર આવ્યા. “આપણી સોનલ નું માંગું આવ્યું છે ખાધેપીધે સુખી ઘર છે છોકરા નું નામ દિપક છે અને બેંકમાં નોકરી કરે છે. સોનલ હા કહે એટલે સગાઇ કરી દઈએ.” સોનલ એમની એકની એક દીકરી હતી.. ઘરમાં કાયમ આનંદ નું વાતાવરણ રહેતું . હા ક્યારેક કિરીટભાઈનાં સિગારેટ અને પાન-મસાલાનાં વ્યસન ને લઈને નયનાબેન અને સોનલ બોલતા પણકિરીટભાઈ ક્યારેક ગુસ્સામાં અને ક્યારેક મજાકમાં આ વાત ને ટાળી દેતા. સોનલ ખુબ સમજદાર અને સંસ્કારી હતી. એસ.એસ.સી પાસ કરીને ટ્યુશન, ભરતકામ કરીને પપ્પાને મદદ રૂપ થવાની કોશિશ કરતી, હવે તો સોનલ ગ્રેજ્યુએટ થઇ ગઈ હતી અને નોકરી કરતી હતી પણ કિરીટભાઈ એની આવક નો એક રૂપિયો લેતા નહિ…અને કાયમ કહેતા ‘બેટા આ તારી પાસે રાખ તારે ભવિષ્યમાં કામ લાગશે.’ બંને ઘરની સહમતી થી સોનલ અને દિપકની સગાઇ કરી દેવાઈ અને લગ્નનું મુહર્ત પણ જોવડાવી દીધું. લગ્નને આડે હવે પંદર દિવસ બાકી હતા.કિરીટભાઈ એ સોનલને પાસે બેસાડીને કહ્યું ‘બેટા તારા સસરા સાથે મારી વાત થઇ…એમણે કરિયાવરમાં કઈ જ
લેવાની નાં કહી છે , ના રોકડ,ના દાગીના અને ના તો કોઈ ઘરવખરી .તો બેટા તારા લગ્ન માટે મેં થોડી બચત કરી ને રાખી છે એ આ બે લાખ રૂપિયાનો ચેક હું તને આપું છું…તારે ભવિષ્યમાં કામ લાગશે, તું
તારા એકાઉન્ટ માં જમા કરાવી દેજે.’ ‘ભલે પપ્પા’ – સોનલ ટુંકો જવાબ આપીને પોતાના રૂમમાં જતી રહી.સમય ને જતા ક્યાં વાર લાગે છે ? શુભ દિવસે આંગણે જાન આવી, સર્વેનાં હરખનો પાર નથી.
ગોરબાપા એ ચોરીમાં લગ્નની વિધિ શરુ કરી ફેરા ફરવાની ઘડી આવી….કોયલનો જેમ ટહુકો થાય એમ
સોનલનાં હૈયે થી બે શબ્દો નીકળ્યા ‘ઉભા રહો ગોરબાપા મારે તમારા બધાની હાજરીમાં મારા પપ્પાની સાથે થોડી વાત કરવી છે,’“પપ્પા તમે મને લાડકોડ થી મોટી કરી,ભણાવી,ગણાવી ખુબ પ્રેમ આપ્યો એનું
ઋણ તો હું ચૂકવી નહિ શકુ…પરંતુ દિપક અને મારા સસરાની સહમતીથી તમે આપેલો બે લાખ રૂપિયા નો ચેક તમને હું પાછો આપું છું…એનાથી મારા લગ્ન માટે કરેલું ભારણ ઉતારી દેજો અને આ ત્રણ લાખનો બીજો ચેક જે મેં મારા પગારમાંથી કરેલી બચત છે…જે તમે નિવૃત થશો ત્યારે કામ લાગશે, હું નથી ઈચ્છતી કે ઘડપણમાં તમારે કોઈની પાસે હાથ લંબાવવો પડે ! જો હું તમારો દીકરો હોત તો આટલું તો કરેત જ ને !!! “
હાજર રહેલા બધાની નજર સોનલ ઉપર હતી …“પપ્પા હવે હું તમારી પાસે કરિયાવરમાં જે માંગું એ આપશો ?” કિરીટભાઈ ભારે આવાજમાં -”હા બેટા”,એટલું જ બોલી શક્યા. “તો પપ્પા મને વચન આપો કે આજ પછી તમે સિગારેટ ને હાથ નહિ લગાવો…. તમાકુ, પાન-મસાલાનું વ્યસન આજથી છોડી દેશો.
બધાની હાજરી માં હું કરિયાવર માં બસ આટલું જ માંગુ છું.”દીકરીનો બાપ ના કેવી રીતે કહી શકે?
લગ્નમાં દીકરી ની વિદાય વખતે કન્યા પક્ષનાં સગાઓને તો રડતાં જોયા હશે પણ આજે તો જાનૈયાની આંખો પણ ભીંજાઈ ગઈ દુરથી હું સોનલનાં આ લક્ષ્મી સ્વરૂપ ને જોતો જ રહ્યો….૨૦૧ રૂપિયાનું કવર
મારા ખિસ્સામાંથી બહાર કાઢી શક્યો નહિ….સાક્ષાત લક્ષ્મી ને હું શું લક્ષ્મી આપું ?? પણ એક સવાલ મારા મનમાં જરૂર થયો,  “ભ્રૂણહત્યા કરતા સમાજનાં સંસ્કારી લોકોને સોનલ જેવી લક્ષ્મી ની જરૂર નહિ હોય.

દોસ્તો દિલથી આ પોસ્ટ ગમી હોય તો એક વિનંતી છે કે આ પોસ્ટને શેર (Share) કરવાનું ભૂલતા નઈ...
Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post