"આ છે દુનિયાનો એકમાત્ર હાઇવે, જે નીકળે છે બિલ્ડિંગમાથી દુનિયામાં તમે ધણી બધી અજીબો ગરીબ ઇમારતોને જોઈ હશે. પણ આજેઅમે જે ઇમારત વિષે વાત કરવાના છીએ તે ધણી અનોખી છે. આ બિલ્ડીંગ જાપાનના ઓસાકામાં ગેટ ટાવરમાં આવેલ છે. આ એકમાત્ર એવી બિલ્ડીંગ છે ની અંદર એક્સ્પ્રેસ હાઇવે નીકળે છે અને તેની ઉપર નીચે લોકો રહે છે. ઓસાકાના ફુકુશિમાં-કુ સ્થિત ગેટ ટાવર બિલ્ડિંગ ૨૩૬ ફૂટ ઉંચી આવેલ છે. આ બિલ્ડીંગને આર્કીટેક્ચર અજુસા સેકેઈ અને યમાતો નિશીહારાએ ડીઝાઇન કરી છે. આ બિલ્ડીંગની લીફ્ટ ત્રણ માળ સુધી ઉભી નથી રહેતી. આ ગોળાકાર બિલ્ડીંગમાં ડબલ કોર કન્સ્ટ્રકશન કરેલ છે. આ બિલ્ડિંગના નિર્માણ માટે ૧૯૮૨માં બિલ્ડિંગનો નકશો તૈયાર કરવામાં આવ્યો. પરંતુ આ બિલ્ડીંગના પરમીટને રોકવામાં આવ્યો. ત્યારબાદ ૫ વર્ષ પછી એક્સ્પ્રેસ કોર્પોરેશનની સાથે તેમનો ઝગડો થયો. તે પછી ૧૯૮૯માં સીટી પ્લાન અને હાઇવે કાનૂનમાં બદલાવ થયો. અને ત્યારબાદ આ ઇમારત બનાવવાની અનુમતિ મળી. ૧૯૯૨માં આ ઇમારત તૈયાર થઈ ગઈ. આ ઇમારતને જાપાનમાં આવતા ટુરિસ્ટ ખુબ પસંદ કરે છે.
Souce: www.janvajevu.com
Tags:
interesting stuff