Must read

🔺01. કોઇપણ વસ્તું કે માણસની એટલી બધી અપેક્ષા ન રાખવી કે તેના વગર જીવી ના શકાય.

🔺02. પાંપણો પર જો પાળ બાંધી હોત  ને સાહેબ , તો....આ આંખો સાતેય દરિયાની માલિક હોત..

🔺03. અફવા એ એવું ઝડપી ગતીવાળું  પક્ષી છે, જેની પાંખોને ક્યારેય 'વા' લાગતો નથી.

🔺04. સાપ ઘરે જોવા મળે તો લોકો દંડો મારવા દોડે છે અને શિવ લિંગ પર જોવા મળે તો દુધ પીવડાવવા દોડે છે... સન્માન તમારું નહિ, તમારા સ્થાન  અને સથિતિનું થાય છે.

🔺05. આપણે જેમને સહુથી વધુ ચાહીએ તેમનામાં જ આપણને વધુ  દુઃખ આપવાની શક્તિ રહેલી હોય છે.

🔺06. દુનિયાની સાચી હકીકત જ્યાં સુધી "સાચી વાત" ઘરની બહાર નીકળે...... ત્યાં સુધીમાં તો "ખોટી વાતે" અડધી દુનિયા ફરી લીધી હોય છે..

🔺07. સિંહ અને વાઘ ખુબજ શક્તિશાળી છે. પણ શિયાળ ક્યારે સર્કસમાં કામ નથી કરતો. (શાંતિથી વિચારજો )

🔺08. બસ દિલ જીતવાનો જ હેતુ રાખજો. કારણ કે...... દુનિયા જીતીને  પણ સિંકદર ખાલી હાથે જ ગયો....

🔺09. અજબ રિવાજ છે આપણા દેશનો , નજર મર્દૉની ખરાબ હોય છે , અને સ્ત્રીઓને લાજ કાઢવાનું કહે છે

🔺10. ઘડિયાળ ની ટીક ટીક ને મામુલી ના સમજો સાહેબ..એટલું સમજી "જિંદગીના વૃક્ષ" પર કુહાડી ના વાર છે..!

🔺11. તમે ભલે તમારા જીવનથી અસંતુષ્ટ હોવ. પણ ઘણા લોકો  એવા હશે જે તમારા જેવુ જીવન જીવવા તરસતા હશે.

🔺12. કોઇને ' સારા ' લાગશો, કોઈને  ' ખરાબ ' લાગશો, પણ ચીંતા ના કરશો... જેવા જેના વિચારો હોય છે, તેવા જ તેના ' મૂલ્યાંકન ' હોય છે.

🔺13. લાગણીઓ ના વ્યવહાર માં ખેલ ના કરાય વાલા. કારણ કે સાચા મિત્રોના ક્યાંય સેલ ના ભરાય. દોસ્ત તારી ગેરહાજરી એટલે ફીલ અને તારી હાજરી એટલે મહેફિલ.

🔺14. રેતી માં ઢોળાયેલ ખાંડ કીડી વીણી સકે પરંતુ હાથી નહિ તેથી ક્યારેય નાના માણસ ને નાનો ના ગણવો ક્યારેક નાનો માણસ મોટું કામ કરી જાય છે..

Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post