🎯 ગવર્નર જનરલ્સ અને વાઈસરોય🎯
૧ ભારતનો પ્રથમ ગવર્નર કોણ હતો?
- લોર્ડ કલાઇવ
૨. ભારતમાં અંગ્રેજ સત્તાનો પાયો કયા ગવર્નરે નાખ્યો?
- લોર્ડ કલાઇવ
૩. પ્લાસીનું યુદ્ધ કયા ગવર્નરની આગેવાની હેઠળ લડાયુ?
- લોર્ડ કલાઇવ
૪ બક્સરના યુદ્ધ સમયે બંગાળનો અંગ્રેજ ગવર્નર કોણ હતો?
- હિબવેલ
૫. દ્વિમુખી શાસન પદ્ધતિ કોણે અમલમાં મૂકી? - લોર્ડ કલાઇવ
૬. લોર્ડ કલાઇવ પછી ભારતમાં ગવર્નર કોણ આવ્યો?
- વોરન હેસ્ટિંગ્સ
૭ .ભારતમાં બ્રિટિશ સત્તાને સુદૃઢ કોણે બનાવી?
- વોરન હેસ્ટિંગ્સ
૮. ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વેપારી કંપનીમાંથી રાજકીય અને લશ્કરી સત્તા કોણે બનાવી?
- વોરન હેસ્ટિંગ્સ
૯ વોરન હેસ્ટિંગ્સને કયા ધારા અનુસાર ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો?
- નિયામક ધારાથી
૧૦. કોના પ્રયત્નોથી મરાઠા સાથેના યુદ્ધનો અંત આવ્યો?
- વોરન હેસ્ટિંગ્સ
૧૧. દ્વિમુખી શાસનપદ્ધતિ કોણે નાબૂદ કરી? - વોરન હેસ્ટિંગ્સ
૧૨ કોના સમયમાં ત્રીજો મૈસૂર વિગ્રહ થયો?
- લોર્ડ કોર્નવોલિસ
૧૩. વોરન હેસ્ટિંગ્સ પછી ભારતમાં ગવર્નર કોણ આવ્યો?
- લોર્ડ કોર્નવોલિસ
૧૪. લોર્ડ કોર્નવોલિસે કેટલા સમય શાસન કર્યું?
- સાત વર્ષ
૧૫ ન્યાય અને પોલીસ ખાતામાં ધરખમ ફેરફાર કોણે કર્યા?
- લોર્ડ કોર્નવોલિસ
૧૬ લોર્ડ કોર્નવોલિસે કાયદાના સુધારા અને સમાનતા માટે કયુ પુસ્તક તૈયાર કરાવ્યું?
- કોર્નવોલિસ કોડ
૧૭. લોર્ડ કોર્નવોલિસ પછી ભારતના ગવર્નર તરીકે કોણ આવ્યું?
- સર જહોન શોર
૧૮. સર જહોન શોરે કઈ નીતિ અપનાવી હતી ?
- તટસ્થતાની નીતિ
૧૯. કોના સમયમાં કંપનીની પ્રતિષ્ઠા ઘટી હતી?
- સર જહોન શોર
૨૦ કંપનીનો વિસ્ત્ર વધારવા માટે કોની ગવર્નર તરીકે નિમણુંક કરવામાં આવી?
- વેલેસ્લીની
૨૧. વેલેસ્લીએ અંગ્રેજ સત્તાનો વ્યાપ કેટલો વધાર્યો?
- સાત ગણો
૨૨. મૈસૂરની તાકાતને કચડવાનું કામ કોણે કર્યું?
- વેલેસ્લીએ
૨૩. વેલેસ્લીએ કઈ નીતિ અમલમાં મૂકી?
- સહાયકારી નીતિ
૨૪. વેલેસ્લીની સહાયકારી યોજના સૌપ્રથમ કોણે સ્વીકારી?
- હૈદરાબાદના નિઝામે
૨૫. વેલેસ્લીએ સહાયકારી નીતિ દ્વારા કઈ નીતિ અપનાવી ?
- વિસ્તારવાદની
૨૬ વેલેસ્લી પછી ગવર્નર તરીકે કોણ આવ્યો?
- લોર્ડ હેસ્ટિંગ્સ
૨૭ વેલેસ્લીનું વિસ્તારવાનું કામ કોણે આગળ ધપાવ્યું?
- લોર્ડ હેસ્ટિંગ્સ
૨૮ નેપાળ - ગુરખા વિગ્રહ કયા ગવર્નરના સમયમાં થયો હતો?
- લોર્ડ હેસ્ટિંગ્સના
૨૯ નેપાળ સાથે અંગ્રેજોના સારા સંબંધો કયા ગવર્નરના કારણે થયા?
- લોર્ડ હેસ્ટિંગ્સના
૩૦ મધ્ય ભારતમાં પીંઢારાનો નાશ કયા ગવર્નરે કર્યો?
- લોર્ડ હેસ્ટિંગ્સ
૩૧ ત્રીજો અંગ્રેજ મરાઠા વિગ્રહ કોના સમયમાં થયો હતો?
- લોર્ડ હેસ્ટિંગ્સ
૩૨ કયા ગવર્નરે પેશ્વાનું રાજ્ય ખાલસા કરી ૮ લાખ રૂપિયાનું પેન્શન બંધી દીધું?
- લોર્ડ હેસ્ટિંગ્સ
૩૩ ૧૮૩૬મા ભારતનો ગવર્નર કોણ બન્યો?
- ઓકલેન્ડ
૩૪ કયા ગવર્નરને અફઘાનિસ્તાન પર આક્રમણ કરવાની જરૂર જણાઈ ?
- ઓકલેન્ડને
૩૫ ઓકલેન્ડ પછી ભારતનો ગવર્નર કોણ નિયુક્ત થયો?
- એલનબરો
૩૬ કયા ગવર્નરે સિંધ પર વિજય મેળવ્યો? - એલનબરો
૩૭. કયા વિજય માટે અંગ્રેજોની ભારે ટીકા થઇ હતી?
- સિંધ વિજય માટે
૩૮. એલનબરો પછી ભારતનો ગવર્નર
તરીકે કોણ આવ્યો?
- લોર્ડ ડેલહાઉસી
૩૯. લોર્ડ ડેલહાઉસી કઈ સાલમાં ભારતનો ગવર્નર જનરલ બન્યો?
- ઈ.સ. ૧૮૪૮
૪૦. કયો ગવર્નર ઉગ્ર સામ્રાજ્યવાદી વિચારસરણી ધરાવતો હતો ?
- લોર્ડ ડેલહાઉસી
૪૧ ખાલસાનીતિનો પ્રણેતા કોણ હતો?
- લોર્ડ ડેલહાઉસી
૪૨. લોર્ડ ડેલહાઉસીએ કઈ નીતિ દ્વારા રાજ્યવિસ્તાર કર્યો?
- જીત, જપ્તી અને ખાલસા દ્વારા
૪૩. લોર્ડ ડેલહાઉસી કેવો ગવર્નર હતો?
- સામ્રાજ્યવાદી પરંતુ સુધારક
૪૪. ભારતમાં કપની સત્તાને બિનહરીફ બનાવવાનું કામ કયા ગવર્નરે કર્યું?
- લોર્ડ ડેલહાઉસી
૪૫. સમગ્ર પંજાબ કયા યુદ્ધથી ખાલસા કર્યું?
- બીજા શીખ વિગ્રહથી
૪૬. કયા ગવર્નરે દત્તકપુત્ર નામંજૂર કર્યો?
- લોર્ડ ડેલહાઉસી
૪૭ દત્તકપુત્ર નામંજૂર કરવાની જોગવાઈ ક્યારથી કરવામાં આવી હતી?
- ઈ.સ. ૧૮૩૪
૪૮. નામમાત્રની સત્તાનો અંત કયો ગવર્નર લાવ્યો?
- લોર્ડ ડેલહાઉસી
૪૯. અવધના રાજ્યને કયા બહાના હેઠળ ખાલસા કર્યું?
- ગેરવ્યવસ્થાના બહાના હેઠળ
૫૦. ભારતમાં પ્રથમ રેલવે લાઈન કોના સમયમાં નખાઈ?
- લોર્ડ ડેલહાઉસી
●═════════════════════●
Tags:
history