1. અક્ષરધામ શું છે ?
- ગાંધીનગરમાં આવેલું સ્વામીનારાયણ પંથનું વડું મથક છે.
2.અમદાવાદથી સુરત સુધીની રેલવે ક્યારે શરૂ થઇ ?
- તા.20મી જાન્યુઆરી, 1863ના રોજ
3.અમદાવાદમાં આવેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટ સ્ટેડિયમનું નામ શું છે ?
- મોટેરા સ્ટેડિયમ
4.IIM-A ની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે ?
- ડૉ. વિક્રમ સારાભાઇ
5.IPRનું પૂરું નામ શું છે?
- ઈન્સ્ટીટ્યુટ ઑફ પ્લાઝ્મા રીસર્ચ
6.ITCTIનું પુરૂ નામ જણાવો.
- ઈન્ફોર્મેશન ટેકનોલોજી સેન્ટર ફોર ટેકસટાઈલ ઈન્ડસ્ટ્રીઝ
7.35 એમએમ સિનેમા સ્કોપમાં બનેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ કઇ ?
- દરિયાછોરું
8.C.E.E.નું પૂરું નામ જણાવો.
- સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજયુકેશન (અમદાવાદ)
9.G.E.E.R.નું પૂરું નામ જણાવો.
- ગુજરાત ઈકોલોજીકલ એજયુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન (ગાંધીનગર)
10.અમદાવાદમાં આવેલી ‘AGETA’ કલબનું પૂરૂં નામ શું છે ?
- અમદાવાદ ગવર્નમેન્ટ એમ્પ્લોયડ ટેનિસ એસોસિએશન
11.અમદાવાદમાં મંદબુદ્ધિના બાળકોને તાલીમ આપતી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા કઇ છે?
- બી.એમ.ઈન્સ્ટીટ્યુટ ઑફ મેન્ટલ હેલ્થ
12.અમદાવાદમાં સાબરમતી નદી પર આકાર લઇ રહેલી મહાત્વાકાંક્ષી યોજના રીવર ફ્રન્ટની કુલ લંબાઇ કેટલી છે?
- ૧૨.૫ કિ.મી.
13.અમદાવાદમાં સૌપ્રથમ આયુર્વેદિક કોલેજની સ્થાપના કોણે કરી હતી?
- ભિક્ષુ અખંડાનંદ
14.અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત સ્પેસ એપ્લિકેશન સેન્ટર(SAC) ગુજરાતના કયા શહેરમાં આવેલું છે ?
- અમદાવાદ
15.અસાઈતના વંશજો વર્તમાનમાં કયા નામે ઓળખાય છે ?
- તરગાળા
16.આણંદની દૂધ ડેરી પર આધારિત ફિલ્મનું નામ શું છે ?
- મંથન
17.આદિવાસી લોકકળા અને આદિવાસી સંસ્કૃતિ વિશે જાણકારી આપતું સાપુતારા આદિવાસી મ્યુઝિયમ કયા જિલ્લામાં આવ્યું છે?
- ડાંગ
18.આદિવાસીઓના ઉત્થાન માટે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમશાળા કોણે સ્થાપી હતી?
- જુગતરામ દવે
19.ઉત્તર અમેરીકામાં વસતા કુલ ભારતીયોમાંથી કેટલા ટકા ગુજરાતીઓ છે?
- ૬૦ ટકા
20.ઉત્તર ગુજરાતમાં કઈ પૂનમના દિવસે ગામના જુવાન હાથમાં તલવાર લઈને નૃત્ય કરે છે ?
- કારતકી
21.ઉદય મજમુદારે કઇ ફિલ્મ માટે સંગીત આપ્યું છે, જે ગાંધીજી પર આધારિત છે?
- ગાંધી માય ફાધર
22.એ.એમ.સી. (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન)ની સ્થાપના કયારે થઇ હતી?
- જુલાઇ, ૧૯૫૦
23.એએમએ, આઇઆઇએમ અને પીઆરએલ કયા મહાનુભાવની દીર્ઘ દૃષ્ટિનું પરિણામ છે?
- ડૉ. વિક્રમભાઈ સારાભાઈ
24.એક માન્યતા પ્રમાણે તાપી નદી કયા દેવતાની પુત્રી કહેવાય છે?
- સૂર્ય
25.એક સમયે ગુજરાતનો ભાગ ગણાતા ભિન્નમાલમાં જન્મેલા બ્રહ્મગુપ્તે શેની શોધ કરી હતી ?
- શૂન્ય
26.એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજનું આખું નામ શું છે?
- લાલભાઇ દલપતભાઇ કોલેજ ઓફ એન્જિનિયરિંગ
27.કઇ યોજના દ્વારા ગુજરાતમાં મહત્તમ ગ્રામવિકાસ થયો છે ?
- ગોકુલગ્રામ યોજના
28.કચ્છના રળિયામણા રણમાં કઇ પૂર્ણિમાની રાત્રે ઉત્સવ ઊજવવામાં આવે છે?
- શરદ પૂર્ણિમા
29.કચ્છનો કયો મેળો કોમી એકતાનું પ્રતીક માનવામાં આવે છે ?
- હાજીપીરનો મેળો
30.કચ્છમાં આવેલું કયું સ્થળ કચ્છી રબારી એમ્બ્રોઈડરી માટે વિખ્યાત છે?
- નખત્રાણા
31.કચ્છમાં આવેલું કયું સ્થળ રોગન-પ્રિન્ટિગ એમ્બ્રોઇડરી માટે જાણીતું છે?
- નિરુણા
32.કચ્છમાં ગરીબદાસજી ઊદાસીન આશ્રમની સ્થાપના કોણે કરી હતી ?
- ગુરુનાનકના શિષ્ય શ્રીચંદ
33.કન્યા કેળવણી ક્ષેત્રે ગુજરાત સરકારે શરૂ કરેલ યોજનાનું નામ જણાવો.
- કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ
34.કબીરપંથી સંતો કયા નામથી ઓળખાય છે?
- સાહેબ
35.કયા ગીતને ગુજરાત રાજયના પ્રતીક તરીકે લેવામા આવ્યું છે?
- જય જય ગરવી ગુજરાત
36.કયા ગુજરાતી મહિલા વિશ્વપ્રવાસી તરીકે જાણીતા છે?
- પ્રીતી સેનગુપ્તા
37.કયા ગુજરાતી મહિલા સ્વાતંત્ર સેનાની મ.સ. યુનિ.ના કુલપતિ પણ રહી ચૂકયા છે?
- ડૉ. હંસાબેન મહેતા
38.એશિયા ખંડમાં સૌથી વધુ સ્ત્રીવાહન ચાલક કયા શહેરમાં છે?
- અમદાવાદ
39.એશિયાટિક લાયન દિવસ દરમિયાન આશરે કેટલા કિલો ખોરાક ખાઇ શકે છે?
- ૩૦ કિલો
40.એશિયાટિક લાયનનું આયુષ્ય આશરે કેટલા વર્ષનું હોય છે?
- ૧૨થી ૧૫ વર્ષ
41.એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલની રચના અને વિકાસનો યશ કોને જાય છે?
- ડૉ. જીવરાજ મહેતા
42.એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ કઇ છે?
- સિવિલ હૉસ્પિટલ-અમદાવાદ
43.એશિયાનું સૌથી મોટું ઓપન એર થિયેટર કયાં આવેલું છે?
- અમદાવાદ (ડ્રાઈવ ઈન સિનેમા)
44.એશિયામાં સૌપ્રથમ ફરતી રેસ્ટોરન્ટ કયાં બનેલી છે ?
- સુરત
45.ઓનલાઇન વૉટિંગ ની સુવિધા ઉપલબ્ધ કરાવનાર દેશનુ પહેલુ રાજ્ય ક્યું છે?
- ગુજરાત
46.કઇ ગુજરાતી મહિલા કર્ણાટકના રાજયપાલ બન્યા હતા?
- કુમુદબેન જોષી
47.કયા ગુજરાતી લેખકે ખગોળશાસ્ત્ર વિષે ગુજરાતીમાં પુસ્તકો રચ્યાં?
- જીતેન્દ્ર જટાશંકર રાવલ
48.કયા ગુજરાતીને આંતરરાષ્ટ્રીય અણુ કાઊન્સીલ (વિયેના)ના ચેરમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું?
- ડૉ. મધુકર મહેતા
49.કયા મહાન ચિત્રકાર કલાગુરૂ તરીકે ઓળખાય છે?
- રવિશંકર રાવળ
50.કયા મુખ્યમંત્રીના શાસન દરમિયાન પછાતવર્ગોને મદદ કરવા ‘કુટુંબપોથી’ની પદ્ધતિ દાખલ કરવામાં આવી?
- માધવસિંહ સોલંકી
Tags:
જનરલ નોલેજ