Story 📖 of the week

એક અમેરિકન લંડન ની હોટલમાં ગયો ,જેવો તે દાખલ થયો,તેણે જોયુ કે એક ખૂણામાં એક ભારતીય પણ બેઠો હતો. તેથી તેણે કાઉનટર પર જઈ  પોતાનું પાકીટ કાઢ્યું અને બુમ પાડી, “વેઈટર હું આ હોટલ માં બેઠેલ તમામ વ્યક્તિ માટે ખાવાનું મગાવું છું, ફક્ત ત્યાં બેઠેલ ભારતીય સિવાય.” એટલે વેઈટરે પૈસા લીધા અને ભારતીય સિવાય દરેકને જમવાનું પીરસવા લાગ્યો. ભારતીય વ્યક્તિ જરા પણ વિચલિત ન થતા અમેરિકન સામે જોયું અને ચિલ્લાયો “થેંક યુ”. આ વાતે અમેરિકન ઘવાયો અને પાછું પોતાનું પર્સ કાઢ્યું અમે બુમ પાડી “વેઈટર,આ લે પૈસા અને પેલા ભારતીય સિવાય દરેકને એક એક દારૂની બોટલ અને જે જોઈએ તે બધું ખાવાનું આપ“ એટલે વેઈટરે ફરી તેની પાસેથી પૈસા લીધા અને ભારતીય સિવાય દરેકને દારૂ અને વધુ જમવાનું પીરસવા લાગ્યો. જયારે વેઈટરે ભારતીય ને છોડી ને દરેક ને દારૂ અને ભોજન આપવાનું પૂરું કર્યું ત્યારે ભારતીય વ્યક્તિએ અમેરિકન સામે જોયું , સ્માઈલ કર્યું  અને જોરથી ચિલ્લાયો “થેંક યુ”.આ વાતે અમેરિકનને બેબાકળો બનાવી દીધો તે કાઉનટર પર ઝૂક્યો અને વેઈટરના કાનમાં બબડ્યો “આ ભારતીયને તકલીફ શું છે, હું તેને છોડીને બધા માટે જમવાનું માંગવું છું ,તો તે ગુસ્સે થયા વગર બેઠો રહે છે ,સ્માઈલ કરે છે અને પછી ‘થેંક્યું’ બોલીને બરડે છે , શું તે ગાંડો છે ?” વેઈટર અમેરિકન તરફ જોઈ હસ્યો અને કહ્યું “ ના એ ગાંડો નથી પણ તે આ હોટલ નો માલિક છે .
અજાણતા પણ તમારા વિરોધીઓને તમારી ફેવર માં કામ કરવા દો.
• ગુસ્સા થી દુર રહો , ગુસ્સો  ફક્ત તમને પોતાનેજ ઈજા પહોંચાડશે
• જો તમે સાચ્ચા છો તો ગુસ્સો કરવાની જરુરતજ નથી.
• જો તમે ખોટા છો તો તમને ગુસ્સો કરવાનો અધિકાર નથી.
• પરિવાર સાથે ધીરજથી કામ લેવું એ પ્રેમ લાગણી છે .
• બીજાઓ સાથે ધીરજથી કામ લેવું એ માન સન્માન છે.
• પોતાની સાથે ધીરજથી કામ લેવું એ વિશ્વાસ છે.
• ઈશ્વર સાથે ધીરજથી કામ લેવું એ શ્રદ્ધા છે.
• ભૂતકાળ વિશે વિચારશું તો દુઃખ મળશે. ભવિષ્યકાળ વિશે વિચારશું તો ભય વધશે.
• વર્તમાન વિશે વિચારશું તો આનંદ મળશે.
• દરેક પરીક્ષા આપણને હિમત્તવાન અને સદ્ ગુણી બનાવે છે.
• દરેક સવાલ આપણને કાં મજબુત બનાવે છે,કાં તોડી નાખે છે,
• પસંદ આપણી છે - આપણે ભોગ બનવું કે પછી ભાગ્યશાળી
• સુંદર વાતો દરેક વખતે સારી નથી હોતી પણ સારી વાતો હમેશા સુંદર હોય છે.
• આપણને ખબર છે ઈશ્વરે આંગડીઓ વચ્ચે જગ્યા કેમ રાખી છે ? કેમકે કોઈ ખાસ સ્વજન આપણો હાથ પકડીને હમેશ માટે જગ્યા ભરી દેશે ,કદાચ ઈશ્વર પોતે પણ હોય.
• ખુશી આપણને મીઠડા બનાવે છે પણ મીઠડા બનવાથી ખુશી આપોઅપ આવે છે.

Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post