નળ માંથી ટપકતું એ ટીપું
સંગીત નું એ ઉદ્દભવ બિંધુ
શાંતિ ને એ ભંગ કરતું
નાચતું કુદતું રમતું ઉછળતું
ડોકયા કરી ને એ નજર ફેરવતું
ધીમે -ધીમે વિકસિત થતું
ક્યારેય પણ ના એ વિચલિત થતું
થોડા સમય માં એ ઝાઝું જીવતું
માણસ ની જિંદગી ને પણ લાજવતું
અફસોસ કર્યા વગર એ ટપકતું
આખરે મૃત્યુ ના ખોળા માં એ રમતું.