ગગનમાં વિહરતા ઘનગોર વાદળા જેવું,
વિપત સામે આવતું હોય એવું લાગે,
જ્યારે રિઝલ્ટ આવાનું હોય ત્યારે.
બધુજ સુખ ચેન છીનવાઈ ગયું હોય એવું લાગે,
જ્યારે રિઝલ્ટ આવાનું હોય ત્યારે.
મંદિરમાં જઈ માથું ટેકાવી આવાનું મન થઇ આવે,
જ્યારે રિઝલ્ટ આવાનું હોય ત્યારે.
ભિખારીને જોતા 10 રૂપિયા આપવાની ઈચ્છા થઈ આવે,
જ્યારે રિઝલ્ટ આવાનું હોય ત્યારે.
અજ્ઞાત કેરો અંધકાર નજીક આવતો હોય એવું લાગે,
જ્યારે રિઝલ્ટ આવાનું હોય ત્યારે.
હૃદય પણ તેજ ગતિ થી ધડકવા લગે,
જ્યારે રિઝલ્ટ આવાનું હોય ત્યારે.
આંખ આગળ અંધકાર આવી જાય,
જ્યારે રિઝલ્ટ મુકાય જાય ત્યારે.
Tags:
નિરલ ની કલમે