મારો શો ગુનો હતો,ક્યાં પાપની મળી સજા,
હું નીકળ્યો હતો ચણતર ની શોધમાં,
એજ રોજિંદા મારા કર્યે કરવા નીકળ્યો હતો,
મુકામ શોધતો શોધતો ખોરાક ની શોધમાં,
મારા બાળુઓ નો પેટનો ખાડો પુરવા,
લાગી નજર પંખ પર કોઈકની મારા,
ચીરી નાખી સ્વાર્થ ખાતર પોતાના,
મળી શો મઝા પ્રાણ છીનવી મારા,
આપના સ્વાર્થ ખાતર મારો સંસાર ભાંગ્યો,
મારા બાળુંડા ઓ ની ચિંતા કરનાર રજળ્યો,
આટલું કરવા છતાં પણ નિષ્પાપ રહો,
આપના પરિવાર સાથે ખુશી થી રહો.
Tags:
નિરલ ની કલમે