તું આકાશ બનીશ , હું વાદળ બની
તારા સમીપ રહીશ
તું સમુદ્ર બનીશ , હું કિનારો બની
તારા સમીપ રહીશ
તું કમળ બનીશ , હું કાદવ બની
તારા સમીપ રહીશ
તું વૃક્ષ બનીશ , હું વિહંગ બની
તારા સમીપ રહીશ
તું હૃદય બનીશ , હું આત્મા બની
તારા સમીપ રહીશ
તું પાણી બનીશ , હું માછલી બની
તારા સમીપ રહીશ
તું મોબાઈલ બનીશ , હું ચાર્જર બની
તારા સમીપ રહીશ
Tags:
નિરલ ની કલમે