જો તું સાથે હોત તો,
સમુદ્ર પાર કરવાનો વિચાર હતો મારો.
જો તું માટી હોત તો,
માટલુ બનવાનો વિચાર હતો મારો.
જો તું પાણી હોત તો,
પરબ બનવાનો વિચાર હતો મારો.
જો તું પથ્થર હોત તો,
મૂર્તિ બનવાનો વિચાર હતો મારો.
જો તું વૃક્ષ હોત તો,
ડાળી બનવાનો વિચાર હતો મારો.
જો તું રસ્તો હોત તો,
રાહદારી બનવાનો વિચાર હતો મારો.
જો તું નદી હોત તો,
માછલી બનવાનો વિચાર હતો મારો.
Tags:
નિરલ ની કલમે