મંજિલ ની પરવા કરવા વગર ચાલી નીકળ્યો,
પહાડો ટેકરીઓ પાર કરતો કરતો ચાલી નીકળ્યો,
શુ થશે આગળ જતાંએ વિચાર્યા વગર ચાલી નીકળ્યો,
મન ને મક્કમ બનાવતો બનાવતો ચાલી નીકળ્યો,
હૃદય ને ધીરજ આપતો આપતો ચાલી નીકળ્યો,
વાગતા કાંટા ને દૂર કરતો કરતો ચાલી નીકળ્યો,
પથ્થર ની ઠોકર ખાતો ખાતો ચાલી નીકળ્યો,
નદી સરોવર પાર કરતો કરતો ચાલી નીકળ્યો,
બપોર ના તડકા માં થાકતો થાકતો ચાલી નીકળ્યો,
સમય ને પાછળ છોડતો છોડતો ચાલી નીકળ્યો,
સ્વાજનો ને ભૂલતો ભૂલતો ચાલી નીકળ્યો,
કોઈજ પ્રકાર ના વિચાર કરવા વગર ચાલી નીકળ્યો,
મંજિલ ની પરવા કરવા વગર ચાલી નીકળ્યો.
Tags:
નિરલ ની કલમે