Poem on " alcohol"

ભેગા બેસતા ભાઈ લડાવ્યા*
               *ઉજડાવ્યા ઘરબારોરે*
*અમૃત સમજી તમે પીયો છો*
               *દારૂ ને દરબારોરે*

*ઘર , પરિવાર , બાળ તમારા*
               *પૂર્વજ આંસુ પાડે છે.*
*કેવા અમારા કર્મ હશે કે*
               *દીકરા ને દારૂ રમાડે છે ?*

*મહેફિલોમાં ભાંન ભુલી*
               *આબરૂ ને ઉડાડે છે.*
*પ્રસાદ કહી ને નાના ને પણ*
               *આ શુરવીર શીખડાવે છે.*

*નજરે નિહાળ્યા લાખોને*
               *જે પાછળથી પાછતાયાં છે.*
*માયા , મૂડી ને જમીન ગઈ હવે*
               *માગવાના દાડા આયા છે.*

*દારૂ દુષણ છે દુનિયાનું*
               *જે વાદ-વેર વધારે છે.*
*ક્યારેય ખુશ એ નહિ રહે*
               *જે દારૂ પંપાળે છે.*

*હર પેગ માં નુકસાનીને*
               *હર બોટલમાં બદનામી*
*હાથ જોડું જો દારૂ છોડો*
               *નહીંતર થાશે ઘરખાલી*

*આખર વિનંતી એક "જવાન" ની*
               *દૂર કરો દારૂ દરબારો રે......*
*સુંદર ભવિષ્ય થશે તમારું*
               *જાગો જાગીરદારો રે........*

Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post