1.ગૃહ મંત્રાલયના રીપોર્ટ અનુસાર કયા ક્ષેત્રની સેવાઓ માટે ભારત આવવા માટે સૌથી વધુ વિઝા આપવામાં આવ્યા છે ?
જવાબ :_ મેડિકલ
2.ઓમાનના
સુલતાનનું નામ શું છે કે જેમને તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે
આઠ સમજુતી કરાર કર્યા છે ?
જવાબ :_ સુલતાન કબૂસ બિન સાદ
3. તાજતેરમાં ભારત અને યુએઈ વચ્ચે કેટલા સમજુતી કરાર થયા છે ?
જવાબ :_ પાંચ
4. ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા શરુ કરાયેલ બેન્કનું નામ શું છે ?
જવાબ :_ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટસ બેંક
5. વિશ્વની સૌથી ઉંચી હોટેલનું નિર્માણ કયા શહેરમાં શરુ કરાયું છે ?
જવાબ :_ દુબઈ
6. કયા રાજ્યની સરકારે તાજેતરમાં રાજ્યના તમામ શહેરોમાં ‘દાદા-દાદી પાર્ક’ બનાવવાનું આયોજન કર્યું છે ?
જવાબ :_ ઝારખંડ
7.એલન બોર્ડર મેડલ કયા ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે જીત્યો છે ?
જવાબ :_ સ્ટીવન સ્મિથ
8.
પૂર્વ ભારતીય વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીના શ્રેષ્ઠ ઈન્ટરવ્યું પરથી
હાલમાં પ્રસિદ્ધ થયેલ પુસ્તકનું નામ શું છે ?
જવાબ :_ મેરે સપનોકા ભારત
9.નેશનલ પ્રોડક્ટીવીટી ડે દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે ?
જવાબ :_ ૧૨ ફેબ્રુઆરી
10.તાજેતરમાં કયા પૂર્વ ઉદ્યોગમંત્રીનું અવસાન થયું છે કે જેઓ ગણપત યુનિવર્સીટીના સંસ્થાપક હતા ?* જવાબ :_ અનિલભાઈ પટેલ
11.
તાજેતરમાં બાંગ્લાદેશના પૂર્વ મહિલા વડાપ્રધાનને ભ્રષ્ટાચારના કેસમાં પાંચ
વર્ષની જેલ થઇ છે. તેનું નામ શું છે ?
જવાબ :_ ખાલિદા ઝિયા
12. હાલમાં કયા દેશમાં ૧૫ દિવસની રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી છે ?
જવાબ :_ માલદીવ
-------------------------------------------------------------------------------------------------------------
Tags:
વર્તમાન પ્રવાહો