*નિઃસ્વાર્થ ભાવે કરેલી મદદનું ફળ યોગ્ય સમયે મળે જ છે*
એક ડોશીમાં ગામડા ગામમાં એકલા રહેતા હતા....
ઘર મા કોઈ કમાનાર હતું નહીં.
અને *મુશ્કેલી મા દિવસો પસાર કરતા હતા.... છતાં પણ ભગવાન ઉપર તેની શ્રધા અતૂટ હતી...*
એક વખત મુશ્કેલીથી થાકીને ભગવાન ને પોસ્ટઃ કાર્ડ લખ્યું..
મને તાત્કાલિક રૂપિયા 500 ની જરૂર છે....તું મોકલી આપ.... માજી એ પોસ્ટઃ કાર્ડ મા પોતાનું એડ્રેસ લખી કાર્ડ પોસ્ટ કરી દીધું
ગામડામા ટપાલી... એક જ હોવાથી બધાને વ્યક્તીગત ઓળખતો હોય..તેને માજી ની ટપાલ વાંચી....ને વિચાર્યું.. કે ભગવાન ઉપર ની શ્રધ્ધા માજી ને ઘણી છે....અને આ શ્રધ્ધા ટકી રહે તેવું કાર્ય મારે કરવું જોઈએ..
તેથી તે તેની...શહેર ની મોટી પોસ્ટ ઑફિસે જઈ સ્ટાફ અને મિત્રોને પોસ્ટ કાર્ડ બતાવી...રૂપિયા એકઠા કર્યા...
રૂપિયા 450 ભેગા થયા
ટપાલી એ...માજીને મની ઓર્ડર કર્યો....
ટપાલી ખુશ...થતા થતા
મની ઓર્ડર..માજી ને દેવા ગયો..
માજી એ પણ ખુશ થતા થતા...રૂપિયા તો લીધા...
ટપાલી બોલ્યો....ગણી લો રૂપિયા 450 પુરા.. છે..
માજી એ મનીઓર્ડર.. ની રિસિપ મા લખ્યું...
*ગિરધારી તું તો દયાળુ છે....તે તો પુરા રૂપિયા 500 મોકલ્યા હશે.પણ....વચ્ચેથી આ નાલાયક ટપાલી રૂપિયા 50 ખાઈ ગયો હશે.
ટપાલી..એ જયારે માજી નું લખાણ વાંચ્યું ત્યારે ટપાલી ની આંખ માથી આંસુ ટપકવા લાગ્યા...સાયકલ ની સ્પીડ ઘટી ગઈ....ટપકતા આંસુએ સાયકલ ના પેડલ પણ નતો મારી સકતો...
નજીકના મંદિર પાસે જઈ.... ટપાલી ભગવાન સામે રીતસરનો રડી પડ્યો.....પ્રભુ.... *સારા કાર્ય નો આવો બદલો આવો હોય...???*
તારા માથી શ્રધ્ધા ઉઠી ના જાય... એટલે મેં મેહનત ...કરી... અને બદલામા આવા શબ્દો....મારે સાંભળવા પડ્યા...
*પ્રભુ...સારી વ્યક્તિઓ નો જમાનો નથી....*
માફ કરજે પ્રભુ પણ.....
*આજે હું..તારા થી નારાજ થઈ ને જાવ છું...*(ઘણી વખત આપણે પણ એવુંજ થતું હોય છે કે કોઈ માટે આપણે મેહનત કરીએ પણ એ મહેનતના બદલામાં આપણે કોઈ અપેક્ષા ન હોય પણ સામે વાળી વ્યક્તિ તરફથી એની દરકાર ન લે તો દિલને❤ તકલીફ થતી હોય છે)
આ બાજુ ટપાલીએ આંખ લૂછી પાછું વળી જોયું...તો એક યુવાન હસ્તા ચેહરે સામે ઉભો હતો..
માધુકાકા...મને ન ઓળખ્યો....હું શ્યામ.....
ના બેટા....
પણ હું તમને કેમ ભૂલું.....
યાદ છે તમને થોડાક વર્ષો પહેલા ST બસની ટિકિટના રૂપિયા મારી પાસે ના હોવાથી કંડક્ટર મને બસ મા થી નીચે ઉતારતો હતો
ત્યરે તમે મારી ટિકિટ ના રૂપિયા આપી દીધા હતા.....
હા...બેટા... થોડું યાદ આવે છે...
પણ તું અહીં ક્યાંથી ?
*કાકા સતકર્મો કરનાર પોતાનું કર્મ કરીને ભૂલી જતા હોય છે પણ પ્રભુ હંમેશા તેની નોંધ લેતો હોય છે....*(આ વાત હંમેશા યાદ રાખજો એ વાતનો મને પ્રત્યક્ષ અનુભવ છે..)
માધુકાકા હું આ એરિયાના ફિલ્ડ ઓફિસર તરીકે મારી નિમણુંક થઈ છે....તે દિવસેની તમારી મદદ ને કેમ ભૂલું કાકા...
તે દિવસ તમારું નામ અને ગામ એટલે જ મેં પૂછ્યા હતા કે સમય આવે હું તેનું વળતર વાળી શકું.
*આમ તો તમે કરેલ ઉમદા કાર્યની કોઈ તુલના કે વળતર વાળવા લાયક હું નથી..*
શ્યામ..પગે લાગ્યો.... અને બોલ્યો.. કાકા....આ મારો પહેલો પગાર મેં કવર મા સાચવી ને રાખી મુક્યો હતો...
એ દિવસે જ મેં નિર્ણય લીધો હતો....જે કાર્ય માટે હું જઈ રહ્યો છું...તેમાં સફળતા મળશે...તો પેહલા પગારના હક્કદાર આપ હશો...
માધુકાકા..આ કવર ને હાથમા લો અને મને આશીર્વાદ આપો..અને
બીજી...આ નાની મારી ભેટ સ્વીકારો...
*બેટામેં કોઈ વળતર ની અપેક્ષાથી કાર્ય નહોતું કર્યું...હા.. માધુકાકા એટલે જ તો યાદ રાખ્યા છે.*
શ્યામએ ભેટ ખોલી ને ટપાલી કાકાના હાથમા મૂકી....
ભેટમાં....ક્રિષ્ન ભગવાન ની મુર્તિ જોઈ...અને કવરમાં સારા એવા રૂપિયા પણ હતા..
માધુકાકા મંદિરમા નીચે બેસી ગયા.ભગવાન સામે રડતી આંખે બોલ્યા.....બસ કરો....ભગવાન
તમે તો તમારો હિસાબ..આજે જ પૂરો કરી દીધો.....
*હે ભગવાન નિષ્કર્મથી કરેલા સતકાર્ય નો હિસાબ તું...આટલો ઊંડાણ પૂવર્ક રાખતો હોઈશ એ મને ખબર ન હતી.*(સાચેજ ભગવાન આ વળતર આપેજ છે પણ આપણામાં શ્રધ્ધા જોઈએ😊😊)
આ જોઈને શ્યામ બોલ્યો..
*પ્રભુને નિષ્કામ કર્મ બહુ ગમે છે*
ચાલો કાકા પ્રણામ🙏 મારે આગળ કામ હોવાથી જવાનું છે...તમારે ઘરે જવું હોય તો કારમા મૂકી જાવ..
ના બેટા.... મારી સાયકલ...છે..
ભલે કાકા....
ખભે હાથ મૂકી....હાથ મા કાર્ડ આપી.શ્યામ બોલ્યો.. *કોઈ પણ પ્રકારનું કામ હોય તો ગમે ત્યારે..ગમે તે સમયે ...આવી જજો.....શ્યામના દરવાજા આપના માટે હંમેશા..ખુલ્લા છે...*
શ્યામને જતા જોઈ ટપાલી કાકા બોલ્યા....ખરા માયાવી છો તું પણ મુરલીધર.......
*"મિત્રો ખરેખર તમે કરેલા નિષ્કાર્મ ભાવથી કરેલી મદદની ભગવાન એના મોબાઈલમાં માહિતી રાખેજ છે અને યોગ્ય સમયે તે રિંગ આપેજ છે પણ આપણે કોલ રિસીવ કરવા ઉભું રહેવું પડે ......ને 😊😛😝😛 આ સ્ટોરી વાંચીને એટલું જરૂર કરજો કોઈ મદદરૂપ થવાનું ને કોઈ હારેલાને તમારા થી થાય એટલી મદદ કરજો એને કહેજો હું તને બનતી મદદ કરું છું અને પછી જોજો ભગવાન તમને એનું વળતર આપશે જ..