જાહેર એટલે શું?
‘જાહેર' એટલે કે *Public'. જાહેર શબ્દનો એક વિશેષણ તરીકે અર્થ થાય કે જે સમસ્ત સમુદાયને તેને સમુદાયના દરેક વ્યક્તિ માટે હોય, જ્યાં ખાનગી શબ્દ સમુદાયના અમુક નિશ્ચિત વર્ગનું સૂચન "
જાહેર શબ્દ સમુદાયના તમામ વર્ગોને આવરી લે છે. અહીં ‘જાહેર' શબ્દનો અર્થ "સરકાર'ના અર્થમાં
અમસ્ત સમુદાયને લગતું હોય,
જ વર્ગનું સૂચન કરે છે.
અમસ્ત સમુદાયને લગતું હોય,
જ વર્ગનું સૂચન કરે છે.
જાહેર વહીવટ એટલે શું?
‘જાહેર' અને 'વહીવટ' શબ્દોના અર્થ જાણ્યા બાદ આપણે જાહેર વહીવટને સરકારી વહીવટ (Government Administration) ગણાવી શકીએ. આમ, જાહેર વહીવટ એ વહીવટના વિશાળ ક્ષેત્રનો જ એક ભાગ છે, પરંતુ તે ‘ખાનગી વહીવટ' (Private Administration) કરતાં અલગ છે. તેનું
જાહેરપણું તેને ખાનગી વહીવટ કરતાં વિશેષ મહત્ત્વ અપાવે છે.
જાહેરપણું તેને ખાનગી વહીવટ કરતાં વિશેષ મહત્ત્વ અપાવે છે.
અચરજ પમાડે તેવી બાબત એ છે કે દરેક રાજનૈતિક વ્યવસ્થા સાથે પ્રાચીનકાળથી અસ્તિત્વમાં હોવા
સૌથી અગત્યની વ્યાખ્યાઓ નીચે મુજબ છે.
હર્બર્ટ સિમોનના મતાનુસાર “રોજિંદા વ્યવહારમાં જાહેર વહીવટનો અર્થ શીય, રાજ્ય અને સ્થાનિક સરકારની કારોબારી શાખાઓની ગતિવિધિઓ એવો થાય છે.”
વિટ વાહોના મતાનુસાર," જાહેર વહીવટ એ રાજ્યની બાબતોને લાગુ પાડવામાં આવેલ સંચાલનની
કળા અને તેનું વિજ્ઞાન છે."
કળા અને તેનું વિજ્ઞાન છે."
એલ.ડી. વહાઈટના મતાનુસાર, "જાહેર વહીવટમાં જાહેરનીતિને અમલમાં મૂકવા માટેની તમામ કામગીરીઓનો સમાવેશ થાય છે."
વુડો વિલ્સનના મતાનુસાર,“ જાહેર વહીવટ એ કાયદાને વિગતવાર અને પદ્ધતિસર લાગુ પાડવાની ક્રિયા છે.”
પિક્કરના મતાનુસાર," જાહેર વહીવટમાં સરકારનાં કાર્યોનો સમાવેશ થાય છે, તે પછી હેલ્થ લેબોરેટરીમાં
એક્સ-રે મશીન ચલાવવાનું કાર્ય હોય કે ટંકશાળમાં સિક્કા છાપવાનું કાર્ય હોય."
એક્સ-રે મશીન ચલાવવાનું કાર્ય હોય કે ટંકશાળમાં સિક્કા છાપવાનું કાર્ય હોય."
લ્યુથર ગુલિકના મતાનુસાર,“જાહેર વહીવટ એ વહીવટના વિજ્ઞાનનો એક ભાગ છે જે સરકાર સાથે સંકળાયેલ છે, અને મુખ્યત્વે કારોબારી શાખા સાથે તે સંબંધ ધરાવે છે કે જ્યાં સરકારનું કાર્ય થાય છે."
આમ, સમગ્રપણે જોતાં તારણ કાઢી શકાય કે જાહેર વહીવટ એ સરકારનો ક્રિયાત્મક ભાગ છે. આ સરકારનું એ પાસું છે કે જેના દ્વારા સરકારના ધ્યેયો અને ઉદ્દેશ્ય સિદ્ધ થાય છે.
આમ, સમગ્રપણે જોતાં તારણ કાઢી શકાય કે જાહેર વહીવટ એ સરકારનો ક્રિયાત્મક ભાગ છે. આ સરકારનું એ પાસું છે કે જેના દ્વારા સરકારના ધ્યેયો અને ઉદ્દેશ્ય સિદ્ધ થાય છે.
સરકારનાં ત્રણ અંગો - ધારાકીય, કારોબારી અને ન્યાયિક - પૈકી વહીવટને કારોબારી અંગ સંબંધિત માનવામાં આવે છે, પરંતુ એક દૃષ્ટિકોણ પ્રમાણે જાહેર વહીવટ સરકારના ત્રણ અંગો સાથે સંકળાયેલ છે, તેને ફક્ત કારોબારી અંગ પૂરતું મર્યાદિત રાખી શકાય નહિ.
વિલાંબાય (Willoughby) નામના ચિતકે તો આ બધાથી આગળ જાહેર વહીવટને સરકારના ચોથા અંગ તરીકે ગણાવવાની હિમાયત કરી છે. પરંતુ તમામમાં સૌથી સ્વીકૃત મત છે કે જાહેરવહીવટને સરકારના કારોબારી અંગનું પાસું ગણવું.
આ વિદ્યાશાખાને અલગ-અલગ નામોથી નવાજવાના પ્રયત્ન થયા છે જેમ કે, ‘જાહેર સંચાલન' (Public Management), જાહેર નીતિ (Public Policy), જાહેરસેવા (Public Service), જાહેર બાબતો (Public Affairs). પણ આ તમામમાં તેનું સૌથી પરંપરાગત અને સાર્થક નામ ‘જાહેર વહીવટ' જ વધુ સ્વિકૃતિ પામ્યું છે.
Tags:
jaher vahivat