one-liner questions for upcoming exams

જી.આઇ.ટી. નું પુરું નામ જણાવો.
 Ans: ગુજરાત ઈન્સ્ટીટ્યુટ ઑફ એજયુકેશન ટેકનોલોજી

જુનાગઢના ગિરનાર પર્વતની પડખે આવેલી દાતાર ટેકરી પર કયા પીરની દરગાહ આવેલી છે ?
 Ans: જમિયલશા પીર

ટિપ્પણી નૃત્ય સૌરાષ્ટ્રના કયા વિસ્તારનું જાણીતું નૃત્ય છે? Ans: ચોરવાડ

ટેલિ કોમ્યુનિકેશન ક્ષેત્રે ભારતમાં ક્રાંતિ લાવનાર ગુજરાતી કોણ છે?
 Ans: સામ પિત્રોડા

ટેલિવિઝનનો ગુજરાતમાં પ્રારંભ કયારે થયો?
 Ans: ૧૫ ઑૅગષ્ટ, ૧૯૭૫

ઠાગા-નૃત્ય કઈ જાતિના લોકોમાં પ્રચલિત છે ?
 Ans: ઠાકોર

ડાકોર મંદિરની સાથે કયા સંતની ભકિતકથા જોડાયેલી છે? Ans: સંત બોડાણા

ડાયમન્ડ કટિંગ ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં સુરતનો હિસ્સો કેટલા ટકા છે? Ans: ૮૦ ટકા

ડાંગ જિલ્લાની બાળાઓને શિક્ષણ આપતી ઋતંભરા વિદ્યાપીઠ શરૂ કરનાર સ્વાતંત્ર સેનાનીનું નામ આપો. Ans: પૂર્ણિમાબેન પકવાસા

ડાંગની દાદી તરીકે કોણ જાણીતું છે? Ans: પૂર્ણિમાબેન પકવાસા

ડાંગમાં દર વર્ષે યોજાતો આદિવાસીઓનો ઉત્સવ કયા નામે ઓળખાય છે? Ans: ડાંગ દરબાર

ડાંગી નૃત્ય અન્ય કયા નામે ઓળખાય છે? Ans: ચાળો

ડિઝાઇન માટેની કઇ વિશ્વ પ્રસિદ્ધ સંસ્થા ગુજરાતમાં આવેલી છે? કયાં? Ans: નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડીઝાઇન- અમદાવાદ

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની સ્થાપના કયારે થઇ? Ans: ઇ.સ.૧૯૯૭

તરણેતરનો મેળો કોના વિજય માટે ઉજવાય છે? Ans: અર્જુનના દ્રૌપદી-વિજય માટે

તાના અને રીરી કયા ભકત કવિ સાથે લોહીનો સંબંધ ધરાવે છે? Ans: કવિ નરસિંહ મહેતા

તારંગા કયા ધર્મનું જાણીતું તીર્થસ્થળ છે? Ans: જૈન

દક્ષિણ ગુજરાતના દુબળા જાતિના લોકોનું નૃત્ય કયા નામે ઓળખાય છે ? Ans: ઘેરિયા નૃત્ય

દક્ષિણ ગુજરાતમાં કયું હવા ખાવાનું સ્થળ આવેલું છે ? Ans: સાપુતારા

દર વર્ષે અમદાવાદના કયા મંદિરેથી રથયાત્રા નીકળે છે? Ans: જગન્નાથ મંદિર

દૂધિયું તળાવ હિંદુઓના કયા યાત્રાધામ પાસે આવેલું છે? Ans: પાવાગઢ

દૂરવર્તી શિક્ષણ માટેની ગુજરાતની પ્રસિદ્ધ યુનિવર્સિટી કઇ છે? Ans: ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી

દેશભરમાં આર્કિટેકટના અભ્યાસ માટે જાણીતી ‘CEPT’ ની સ્થાપના કયાં અને કયારે થઇ? Ans: અમદાવાદ ઇ.સ.૧૯૬૩

દો-હદ શબ્દ કયા શહેરના નામ સાથે સંકળાયેલો છે ? Ans: દાહોદ

દ્વારકા અને ઓખા વચ્ચે આવેલો પંથક કયા નામે ઓળખાય છે? Ans: ઓખા મંડળ

દ્વારકાધીશ મંદિરની ધજા દિવસમાં કેટલી વાર બદલવામાં આવે છે? Ans: ત્રણ

દ્વારકાના મંદિરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ? Ans: જગત મંદિર અથવા ત્રિલોક મંદિર

ધરમપુર વિસ્તારના આદિવાસીઓ તીરકામઠું કે ધનુષ બાણ અને ભાલા લઈ કયું નૃત્ય કરે છે? Ans: શિકાર નૃત્ય

ધવલ્લક’ એ ગુજરાતના કયા આધુનિક શહેરનું પ્રાચીન નામ છે ? Ans: ધોળકા

નડિયાદમાં હરિ ઓમ આશ્રમ શરૂ કરનાર સંત કયા હતા? Ans: સંત પૂજય શ્રી મોટા

નવરાત્રિ દરમ્યાન નોમના દિવસે પલ્લીનો ઊત્સવ કયાં ઊજવવામાં આવે છે? Ans: રૂપાલ

નવા વિધાનસભા બિલ્ડગનું નામ કોના નામ ઊપર રાખવામાં આવ્યું છે ? Ans: વિઠ્ઠલભાઇ પટેલ

નવાનગર રજવાડાની સ્થાપના કોણે કરી હતી? Ans: જામ રાવલ

નાણામંત્રી તરીકે કેન્દ્ર સરકારમાં સૌથી વધુ (૮ વખત) બજેટ રજૂ કરનાર ગુજરાતી નેતા કોણ હતા? Ans: મોરારજી દેસાઇ

નારાયણ સરોવર મંદિર કયા જિલ્લામાં આવેલું છે ? Ans: કચ્છ

નારાયણ સરોવરની પાસે કયું જૈન તીર્થ આવેલું છે? Ans: શંખેશ્વર

નિરંજન ભગતના બધા કાવ્યો કયા કાવ્યસંગ્રહમાં સંગ્રહિત થયા છે? Ans: છંદોલય

પવિત્ર યાત્રાધામ ડાકોરના મંદિર પાસે કયું તળાવ આવેલું છે? Ans: ગોમતી તળાવ

પવિત્ર યાત્રાધામ બેટ દ્વારકા અન્ય કયા નામથી ઓળખાય છે ? Ans: બેટ શંખોદર

પવિત્ર શકિતતીર્થ અંબાજી કયા જિલ્લામાં આવેલું છે ? Ans: બનાસકાંઠા

પંચાયતોના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા કઇ યોજના કાર્યરત છે? Ans: તીર્થગ્રામ યોજના

પાશુપત ધર્મના સ્થાપકનું નામ જણાવો. Ans: લકુલેશજી

પાંડવોના રથ જેવા આકારનું મંદિર ગુજરાતમાં કયાં આવેલું છે ? Ans: જડેશ્વર મહાદેવ

પાંડવોની શાળા’ અને ‘ભીમનું રસોડું’ જેવાં સ્થાપત્યો ગુજરાતના કયા સ્થળે આવેલા છે ? Ans: ધોળકા

પુરાણોમાં કઈ નદીને ‘રુદ્રકન્યા’ કહી છે ? Ans: નર્મદા


પોરબંદર જિલ્લાના કયા ગામમાં શ્રીકૃષ્ણ, બલરામ અને રુકિમણીજીનું પ્રાચીન મંદિર આવેલું છે? Ans: માધવપુર

પોરબંદરમાં આવેલ ગાંધીજીનું ઘર કયા નામથી ઓળખવામાં આવે છે ? - કીર્તિમંદિર 
જામનગરમાં કયા મંદિરમાં સતત રામધૂન લાગે છે ? - બાલા હનુમાન 

પોરબંદરમાં આવેલ મહાત્મા ગાંધી કીર્તિ મંદિર કોણે બંધાવ્યું? Ans: નાનજી કાલિદાસ મહેતા

પ્રકૃતિ શિક્ષણ માટે જાણીતું હિંગોળગઢ અભિયારણ્ય કયાં આવેલું છે ? Ans: જસદણ

પ્રજ્ઞાચક્ષુઓ માટે ગુજરાતમાં કઇ સંસ્થા કાર્યરત છે અને તે કયાં આવેલી છે? Ans: અંધજન મંડળ-અમદાવાદ

પ્રથમ ગુજરાતી ન્યાયમૂર્તિ કોણ હતાં? 
Ans: નાનાભાઈ હરિદાસ

પ્રથમ ગુજરાતી મુદ્રક કોણ હતાં ? 
Ans: ભીમજી પારેખ

પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા ? 
Ans: મોરારજી દેસાઇ
Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post