GK of The Day


♻️અમૂલ ડેરી ક્યાં આવેલી છે?
— આણંદમાં

♻️પારસીઓનું કાશી’ તરીકે ગુજરાતનું કયું શહેર જાણીતું છે?— ઉદવાડા

♻️નારાયણ સરોવર ક્યાં આવેલું છે?
— કચ્છ

♻️અલંગ કયા જિલ્લામાં આવેલું છે?
— ભાવનગર

♻️અંબાજીનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે?— બનાસકાંઠા

♻️ઇફ્કો’ ખાતરનું કારખાનુ ક્યાં છે?
— કલોલમાં

♻️કડાણા બંધ કઇ નદી પર બાંધવામાં આવ્યો છે?— મહી

♻️ગુજરાતમાં ફ્લોરસ્પાર પ્રોજેક્ટ ક્યાં છે?— આંબા ડુંગરમાં

♻️ઉત્તર ગુજરાતની મુખ્ય નદીઓ કઇ છે?— બનાસ , સરસ્વતી અને રૂપેણ

♻️ઉંમરગામ કયા જિલ્લામાં આવેલું છે?— વલસાડ

♻️કચ્છનો લિગ્નાઇટ પર આધારિત વીજળી પ્રોજેક્ટ કયા નામે ઓળખાય છે?— પાનન્ધ્રો વીજળી પ્રોજેક્ટ

♻️કંઠીનું મેદાન કયા જિલ્લામાં આવેલું છે?— કચ્છ

♻️ગાંધીનગર કઇ નદીને કાંઠે વસેલું છે?—  સાબરમતી

♻️ગુજરાતમાં કુલ કેટલા જિલ્લાઓ છે?
—33

♻️ગુજરાતમાં ચોખાનો પાક સૌથી વધુ કયા જિલ્લામાં થાય છે?— વલસાડ

♻️ગુજરાત  ભારતના કયા ભાગમાં આવેલું રાજ્ય છે?— પશ્ચિમ ભારત

♻️ગુજરાતમાં કયા જિલ્લાને સૌથી લાંબો દરિયાકિનારો છે?— કચ્છ

♻️ગુજરાતમાં કયા જિલ્લાને સૌથી વધુ તાલુકા છે?— બનાસકાંઠા

♻️ગુજરાતમાં કયા પ્રદેશના ઘઉં વિખ્યાત છે?— ભાલ પ્રદેશના

♻️ગુજરાતમાં નહેરો દ્વારા સૌથી વધુ સિંચાઇ કયા જિલ્લામાં થાય છે?— ખેડા

♻️ગુજરાત રાજ્યની સરહદો ભારતના કેટલા રાજ્ય સાથે સંકળાયેલી છે?— ત્રણ

♻️ગુજરાતમાં મગફળીનો પાક સૌથી વધુ કયા જિલ્લામાં થાય છે?— જૂનાગઢ

♻️ગુજરાતમાં તમાકુનો પાક સૌથી વધુ કયા જિલ્લામાં થાય છે?— ખેડા

♻️ગુજરાતના દરિયાકિનારાની લંબાઇ કેટલી છે?— 1,600 કિ.મી. થી વધુ

♻️ગુજરાતમાં જંગલનો મોટો વિસ્તાર કયા ભાગમાં છે?— દક્ષિણ ગુજરાતમાં

♻️ગુજરાતમાં ‘લીલી નાઘેર’ નો પ્રદેશ કયો કહેવાય છે?— ચોરવાડનો પ્રદેશ

♻️ગુજરાતમાં વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે?— અમદાવાદ

♻️તારંગા પર્વત ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે?— મહેસાણા

♻️સાપુતારા ગિરિનગર ગુજરાતના કયા જિલ્લામાં છે?— ડાંગ

♻️ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ  સૌથી મોટો જિલ્લો કયો છે?— કચ્છ

♻️ગુજરાતમાં સૂર્યમંદિર ક્યાં આવેલું છે?— મોઢેરામાં

♻️ધરોઇ યોજના કઇ નદી પર છે?
— સાબરમતી

♻️ગુજરાતમાં અકીકનો ઉદ્યોગ કયા શહેરમાં છે?— ખંભાતમાં

♻️ગુજરાતમાં સૌથી વધારે વરસાદ કયા જિલ્લામાં પડે છે?— વલસાડ જિલ્લો

♻️ગુજરાતમાં ઓછામાં ઓછો વરસાદ કયા જિલ્લામા પડે છે?— કચ્છ જિલ્લો

♻️ગુજરામાં કયા વિસ્તારની ભેંસ પ્રખ્યાત છે?— જાફરાબાદી

♻️ગુજરાતમાં કેટલા ટકા વિસ્તારમાં જંગલો છે?— 10

♻️ગુજરાતમાં કયા જિલ્લામાં સાગ લાકડું પુષ્કળ પ્રમાણમાં થાય છે?— વલસાડ

♻️ઘડિયાળ ઉદ્યોગ માટે કયું શહેર જાણીતું છે?— મોરબી

♻️ટાઇલ્સ બનાવવાની સૌથી વધુ ફેક્ટરીઓ  કયા શહેરમાં છે?— મોરબી

♻️લિગ્નાઇટ કયા જિલ્લાઓમાંથી નીકળે છે?— કચ્છ અને ભરુચમાંથી

♻️ગુજરાતની સૌથી લાંબી નદી કઇ છે?
— સાબરમતી

♻️સીદી સૈયદની જાળી કયા શહેરમાં છે?— અમદાવાદમાં

♻️કેસર કેરી ગુજરાતના કયા જિલ્લામાં થાય છે?— જૂનાગઢ

♻️ચોરવાડનું વિહારધામ કયા જિલ્લામાં છે?—જૂનાગઢ

♻️છોટાઉદેપુર કયા જિલ્લામાં આવેલું છે?— વડોદરા

♻️ઘુડખર નામે ઓળ્ખાતા જંગલી ગધેડા ક્યાં જોવા મળે છે?— કચ્છના નાના રણમાં

♻️સુરખાબ પક્ષીઓ કયા જિલ્લામાં જોવા મળે છે?— કચ્છ

♻️આરસની ખાણ ગુજરાતમાં કયા સ્થળે છે?— અંબાજીમાં

♻️ડાકોર કયા જીલ્લામાં આવેલું છે?
— ખેડા

♻️ડાકોરમાં શાનું મંદિર છે?
— રણછોડરાયજીનું મંદિર

♻️દમાણ અને દીવને કોણ છૂટા પાડે છે?— ખંભાતનો અખાત

♻️પાવાગઢ કયા જિલ્લામાં આવેલું છે?
— પંચમહાલ

♻️બરડો ડુંગર ક્યાં આવેલો છે?
— જામનગરમાં

♻️ગુજરાતનો ઉંચામાં ઉંચો પહાડ કયો છે?
— ગિરનાર

♻️મગફળીનો પાક કયા વિસ્તારમાં સૌથી વધુ થાય છે?— સૌરાષ્ટ્રમાં

♻️બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક કયું છે?— પાલનપુર

♻️મચ્છુ ડેમ તૂટવાની દુર્ઘટના કયા શહેર સાથે સંબંધિત છે?— મોરબી

♻️આયના મહેલ ક્યાં આવેલો છે?
— ભુજ

♻️રાણી સિપ્રીની મસ્જિદ ક્યાં આવેલી છે?— અમદાવાદ

♻️દાદા હરિની વાવ ક્યાં આવેલી છે?
— અમદાવાદ

♻️ગુજરાતનું એકમાત્ર મુક્ત બંદર કયું છે?— કંડલા

♻️પાટણ કઇ નદી પર વસેલું છે?
— સરસ્વતી

♻️ગુજરાત રાજ્યની સ્થાપના કયા દિવસે થઇ હતી?— 1 મે,1960

♻️તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે?— સુરેન્દ્રનગર

♻️ગુજરાતનો વિસ્તાર આશરે કેટલા ચોરસ કિ.મી. છે?— 1,96,024

♻️મીઠું પકવવામાં ભારતના રાજ્યોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે?— પહેલું

♻️વેળાવદર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે?— ભાવનગર
Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post