અંક ૨ (બીજો)
જ્યારે હું જમીન પર ઢળી પડ્યો, ત્યારે મારા માથામાં ઇજા થઈ ગઈ.
મારો મિત્ર તરત જ દોડી ગયો અને પાણી લઈને આવ્યો.
તે ચિંતિત અવાજમાં બોલ્યો, “તું ઠીક તો છે ને?”
મેં ધીમેથી કહ્યું, “હા… હું ઠીક છું.”
ત્યાર બાદ તે ફરી બોલ્યો, “એવી શું યાદ છે કે જે તને આટલો હચમચાવી દે?”
મેં થોડું થંભીને કહ્યું,
“એ મારી આત્મા હતી… મારો શ્વાસ હતી…
પણ એણે પોતાના પિતાની ખુશી માટે મને છોડી દીધો.”
“જ્યારે એની યાદ આવે છે ને… ત્યારે બધું જ ભૂલી જવાય છે.
ખાલી એ જ યાદ રહે છે.”
“એ મારી અનહદ ખુશી હતી…
પણ કદાચ એ મારા નસીબમાં નહોતી લખાયેલી.”
“એ જ્યાં પણ હોય… ખુશ રહે—
ભગવાન પાસે મારી બસ એટલી જ પ્રાર્થના છે.”
મારો મિત્ર થોડો ગુસ્સે થઈને બોલ્યો,
“તું પાગલ છે! આટલું બધું થયા પછી પણ તું એને જ પ્રેમ કરે છે?”
“અંજલિને ભૂલી જા હવે…
એ હવે તને ક્યારેય નહીં મળે!”
મારો મિત્ર હજુ બોલી રહ્યો હતો, એટલામાં જ એક નાનું બાળક મારી પાસે આવીને ઊભું રહ્યું.
પાછળથી એક સ્ત્રીનો અવાજ આવ્યો—
“પ્રતિક!”
એ અવાજમાં કંઈક ઓળખાણ હતી…
જાણે કોઈ જૂની યાદ ફરી જીવંત થઈ ગઈ હોય.
અને એ નામ…
એ મને કંઈક યાદ અપાવી રહ્યું હતું…
લી. પ્રતિક ની કલમે
વધુ આવતા અંકમાં…