JanvaJevu
Title:- "જાણો, નામના પહેલા અક્ષરથી લોકોની પર્સનાલિટી વિષે...."
https://goo.gl/P1eaPR
A
A અક્ષર ના નામ વાળા લોકો ખુબ મહેનતી અને ધૈર્યવાન હોય છે. તેમને અટ્રેક્ટિવ દેખાવવું અને અટ્રેક્ટિવ દેખાતા લોકો પસંદ હોય છે. કરિયર ની વાત કરવામાં આવે તો આ એ લોકો છે જે પોતાના કામ પાર પાડવા કઈ પણ કરી શકે છે.
આ વ્યક્તિ ખુબ જ આકર્ષક હોય છે પરંતુ રોમેન્ટિક બિલકુલ પણ નહિ. આ વ્યક્તિ સબંધોમાં વધારે મહત્વ આપે છે. સાચા સમયે સાચો નિર્ણય લેવામાં આ માહિર હોય છે તેથી જ આ લોકોની નજરમાં ઉચ્ચા ચડી જાય છે.
B
આ લોકો મોટાભાગે લવ મેરેજ કરે છે. સ્વભાવથી મૂડી તથા હિંમત વાળા હોય છે. B અક્ષર વાળા લોકો રોમેન્ટિક હોય છે. આ લોકો કિશોરાવસ્થામાં જ ફલર્ટ કરવાનું શરુ કરી દે છે. આ ખુબ જ સેન્સિટીવ નેચર ના હોય છે. આ બહુ ઓછા લોકોને દોસ્ત બનાવે છે, પણ જેણે બનાવે છે તે તેના સાચા મિત્ર હોય છે.
C
C અક્ષર વાળા લોકોને ફ્રેન્ડસ બનાવવા પસંદ હોય છે. આ લોકો બહુ જ અસ્થિર વિચારો વાળા હોય છે. આ પોતાની ઈચ્છાઓ ને પૂરી કરવા અંતિમ ક્ષણ સુધી પ્રયાસ કરે છે. કોઈપણ નવા વાતાવરણ માં આ અક્ષરના વ્યક્તિ સરળતાથી નથી ભળી જતા. તેથી નવા કાર્યોમાં આ લોકોને મુસીબતો નો સામનો કરવો પડે છે. આ લોકો વધુ ભાવુક હોય છે. પ્રેમ સબંધોમાં આમને પ્રેમના દગો મળે છે.
D
તમે આ અક્ષરના લોકો પર વિશ્વાસ રાખી શકો છો. આ લોકો જીદ્દી હોય છે, જે જોઈએ તે મેળવીને જ રહે છે. લોકોની વાતો પર ઘ્યાન ન આપીને પોતાની મનમાની કરવી જ આ અક્ષરના લોકોને ગમે છે. આ લોકો બોર્ન સ્માર્ટ હોય છે. આ અક્ષરના લોકો બીજાને મદદ કરવામાં સહેજ પણ પાછળ નથી રહેતા.
E
એ લોકો ખુલ્લા વિચારો વાળા અને બિંદાસ હોય છે જેમનો પહેલો ઈંગ્લીશ અક્ષર E હોય છે. પોતાના મજાકિયા સ્વભાવ ને કારણે આ લોકોની ઘણીવાર આલોચના પણ થાય છે. કાર્યોમાં સફળતા મેળવવા આ પૂરી મહેનત કરે છે. જયારે આ સફળ નથી થતા ત્યારે આ અક્ષરના લોકોને શાંતિ નથી મળતી. આ અક્ષરના વ્યક્તિમાં સહનશક્તિ ખુબ જ હોય છે. જો પોતાના વ્યવહાર જેવો વ્યવહાર તેમને બીજાના પાસેથી ન મળે તો તેમને ઘણું લેકચર સંભળાવી શકે છે.
F
આ અક્ષરના વ્યક્તિને એકલું રહેવું ખુબ ગમે છે. સ્વભાવથી તેઓ ભાવુક હોય છે. બધી વસ્તુઓને લઈને આ કોન્ફીડેન્ટ હોય છે. આ પોતે જ સેક્સી અને આકર્ષક હોય છે, સાથે જ આ આવા લોકોને પણ પસંદ કરે છે. રોમાંસ તો આ અક્ષરના વ્યક્તિમાં ખુબ ભરેલ હોય છે. આ વ્યક્તિ મદદ કરે તેવા હોય છે.
G
આ અક્ષરના વ્યક્તિ દિલના સાફ હોય છે. કારણ વગર કોઈને હેરાન નથી કરતા. રિલેશનશિપ માં કમીટમેંટ વિના કોઈ પર કારણ વગર ખર્ચ કરવો એ આ વ્યક્તિને બેકાર જેવું કામ લાગે છે. પ્રેમ ને લઈને ઈમાનદાર હોય છે.
આમતો આ અક્ષરના વ્યક્તિ સ્વભાવે શાંત હોય છે, પણ જયારે ગુસ્સો આવે ત્યારે જાણે જમીન આસમાન એક થઇ ગયું હોય તેમ કોઈને છોડતા નથી.
H
આ અક્ષરના લોકો પોતાના મન ની વાત બીજા સાથે શેર નથી કરતા. આની સાથે જ આમને સમજવા પણ ઘણા મુશ્કિલ છે. દિલથી ખુબ સાચા અને સારા હોય છે. આ વ્યક્તિ ચતુર હોય છે. પોતાની ચતુરતા ને કારણે આ સફળતા પણ પ્રાપ્ત કરે છે.
I
આ લોકો ઈચ્છાતા ન હોવા છતા પણ આકર્ષક નું કેન્દ્ર બની જાય છે. I અક્ષરના લોકો પ્રેમ ના ભૂખ્યા હોય છે. સ્વભાવના શાંત અને દેખાવમાં ખુબ જ સેક્સી હોય છે. આ દરેક કાર્યો દિલ થી કરે છે. આ અક્ષરના વ્યક્તિને તમે સરળતાથી ઉલ્લુ બનાવી શકો છો.
J
આ લોકો જુના જમાનાથી ચાલી આવતી પરંપરા માં વિશ્વાસ નથી કરતા. પોતે રોકટોક વગર સ્વતંત્ર રહેવાનું પસંદ કરે છે. ઉપરાંત બીજાને પણ સ્વતંત્ર રહેવાની સલાહ આપે છે. ખુશનુમા લાઈફ જીવવાના ચક્કરમાં આ અક્ષરના વ્યક્તિના ઘણા બધા દુશ્મનો બની જાય છે.
K
આ વ્યક્તિને બધી વસ્તુ પરફેક્ટ જોઈએ. બીજા કરતા અલગ કરવું આ વ્યક્તિને ગમે. આ અક્ષરના વ્યક્તિને સ્માર્ટ અને સમજદાર સાથી ની ચાહ હોય છે. પૈસા તો ઘણા કમાઈ પણ આ અવ્યક્તિને ઈજ્જત સાથે કઈ લેવા દેવા ન હોય. મતલબ કે ઈજ્જત કરતા પૈસા વધુ પ્યારા હોય છે. આ પ્રોફેશનલી ખુબ સફળતા મેળવે છે. આ વ્યક્તિને પોતાના મોઢા પર કંટ્રોલ નથી રહેતું. કોઈને પણ કઈ પણ બોલી દે તેવા હોય છે.
L
આ અક્ષરના વ્યક્તિ લાઈફ માં ઘણી મોટી મોટી સિધ્ધિઓ ની ચાહત નથી રાખતા પણ જે મળ્યું હોય તેમાં ખુશ રહે છે. આ ઈશ્વર પર આસ્થા રાખતા હોય છે. આ વ્યક્તિ માં ક્યારેય કોઈને નારાજ કે દુઃખી કરવાની ભાવના નથી હોતી.
M
આ વ્યક્તિ નાની નાની વાતોમાં ખોટું માની શકે છે. આ કઈ વસ્તુ પર ગુસ્સો બતાવે કે કઈ વસ્તુ પર પ્રેમ, એ કહી ન શકાય. પોતાનો સ્વભાવ સ્વયં ને ક્યારેક મુશ્કેલીમાં નાખી શકે છે. આ વ્યક્તિ પર કિસ્મત બહુ મહેરબાન હોય છે. તેમને ઘન અને ઈજ્જત મળી જ જાય.
N
લાઈફમાં મુશ્કેલી નો સામનો ખુબ કરવો પડે છે. તેથી તેઓ મજબુત અને શક્તિશાળી બની જાય છે. આ લોકો બહુ સારા ફ્રેન્ડ હોય છે. આ પોતાની આલોચના જરા પણ સહન કરે તેવા નથી હોતા.
O
આ અક્ષરના વ્યક્તિ બોલે ઓછુ અને કરવામાં વધું વિશ્વાસ રાખે છે. જીવનના દરેક ક્ષેત્રમાં આ સફળ થાય છે. સાથીને દગો આપે તેવા નથી હોતા અને તેમની પાસે પણ એ જ અપેક્ષા રાખે છે કે તેઓ પણ તેમને દગો ન દે. દેખાવમાં આ લોકો શર્મિલા લાગતા હોય છે, પણ હોતા નથી.
p
આ અક્ષરના વ્યક્તિના મનમાં હંમેશા ઉથલ-પાથલ જ રહે છે. તેઓ જે ઈચ્છતા હોય તેનાથી હંમેશા ઉલટું જ થાય. આ અક્ષરના વ્યક્તિ ઘાર્મિક પ્રવૃતિના હોય છે. તેઓ ભગવાનમાં વધુ આસ્થા રાખે છે. બીજાને પ્રેમ કરવા કરતા તેઓ પહેલા પોતાની છબી ને જ પ્રેમ કરે છે. આ વ્યક્તિ ચાર્મિંગ હોય છે. તેમને સુંદર સાથી ની તલાશ હોય છે. આ અક્ષરના લોકો સ્વચ્છતામાં વધુ માને છે. પોતે ઠીક ન હોય છતા પણ બીજાના ફેસ પર સ્માઈલ લાવવામાં વિશ્વાસ રાખે છે.
Q
આ વ્યક્તિને ક્રોધ ખુબ ઓછો આવે છે. તેઓ પોતાના માં જ મસ્ત રહે છે. આ લોકોને સોશિયલ લાઈફ જીવવી નથી ગમતી. ઉપરાંત ભણવામાં પણ આને રુચી નથી હોતી. આ કલાત્મકતા નો ભંડાર હોય છે. સાથે જ ખુબ ઈમાનદાર પણ હોય છે.
R
અંગ્રેજી વર્ણમાળા માં R એ ૧૮ મો લેટર છે. R અક્ષર થી શરુ થતા નામ ના લોકો સ્વભાવથી ઉદાર અને પરોપકાર હોય છે. R અક્ષરના નામ વાળા વ્યક્તિ જે ક્ષેત્રમાં પણ કામ કરતા હોય તેમાં પોતાની મહેનત થી સફળતા મેળવે છે.
આ વ્યક્તિમાં નવું નવું શીખવાની ચાહત હોય છે. આ ખુબ જ શાંત હોય છે. જ્યાં વાદ-વિવાદ થતો હોય ત્યાંથી આ હંમેશા દુર રહેવાનું જ પસંદ કરે છે. કોઈપણ વાત ને આ લોકો ઊંડાણ થી વિચારે છે અને બાદમાં જ નિર્ણય લે છે. આ લોકો ઝડપથી લાઈફમાં આગળ વધે છે અને તેમને ઘન-દૌલતની કમી નથી રહેતી.
S
આ નામના વ્યક્તિ કંજૂસ હોય છે. આ લોકો મહેનતી, ઘની અને આકર્ષક હોય છે. કોઈપણ કામ ને પોતાના અંદાજમાં અલગ કરવાનું પસંદ છે. લાઈફમાં ઘણી એવી પરિસ્થિતિ આવે છે જયારે તેઓ કોઈ નિર્ણય નથી લઇ શકતા.
T
મોટાભાગે આ નામના લોકો સબંધો અને ભાવનાઓ ને લઈને ખુબ ભાવુક હોય છે. પ્રેમ સબંધમાં અસફળ સાબિત થઇ શકે છે.
U
આ અક્ષરના વ્યક્તિ નવા વિચારો માટે ઓળખાય છે. સત્ય આમને ખુબ પ્રિય હોય છે. ઉત્તમ વિચારોને કારણે પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવે છે. આ ઘનવાન હોય છે. સાથે જ જોશીલા પણ હોય છે. ચહેરા પણ હંમેશા મધુર હાસ્ય રાખે છે.
V
પોતાની વાતો બીજા સાથે શેર કરવામાં આ અક્ષરના વ્યક્તિને સહેજ પણ રૂચી નથી. આ વ્યક્તિ સમજે છે કે આપણે બીજાને સમ્માન આપીશું તો જ આપણને મળશે. બુદ્ધિથી આ ખુબ તેજ હોય છે. કોઈએ કહેલી વાતો જરાપણ ભૂલતા નથી.
W
રિસ્કી કામ કરવું ગમે છે. આ વ્યક્તિ ખુબ ઈગોસ્ટીક અને ખોટી હોશિયારી બતાવે તેવા હોય છે. બધી જગ્યાએ પોતાની મનમાની જ કરવી ગમે. તેથી જ આલોચનાથી ઘેરાયેલ રહે છે. ખોટો દેખાવ તેમને પસંદ નથી.
X
આ અક્ષરના વ્યક્તિ ખુબ અસ્થિર હોય છે. આ થોડા અલગ સ્વભાવના હોય છે. આ શાંતિપ્રિય હોય છે. આમને બધી વસ્તુઓમાં ઉતાવળ જ હોય છે. ધૈર્ય સાથે આને કોઈ લેવાદેવા જ નથી હોતું. આ કામને ખુબ ઘીમી ગતિએ કરે છે.
Y
Y અક્ષરથી શરુ થતા લોકો પોતાના માં જ ડૂબેલા રહે છે. આ નામ ના લોકો પાસેથી તમે સલાહ લઇ શકો છો. આ તમને સાચો રસ્તો જ બતાવશે. ખર્ચ કરતા તેઓ વિચારતા નથી. સારી પર્સનાલિટી ના બાદશાહ હોય છે. આ અક્ષર વાળા લોકો બીજાના સ્વભાવ ને દુર થી ઓળખી જાય છે.
વધારે વાતચીત કરવી આમને પસંદ નથી હોતી. પ્રેમની વાત કરીએ તો આ અક્ષરના લોકોને પોતાના પ્રેમી ની કોઈ વાતો યાદ નથી રહેતી. સાચા, ખુલ્લા દિલ ના રોમેન્ટિક હોવાથી આમની બધું ભૂલો માફ પણ થઇ શકે છે.
Z
આ સ્વભાવથી સીધાસાદા હોય છે. આ એટલા બધા સમજદાર હોય છે કે ગમે તેવી મુશ્કેલી આવે તેણે હસીને પાર પાડે છે. લાઈફ ને કેવી રીતે એન્જોય કરવી એ આને આવડે છે. સ્વભાવથી આ રોમેન્ટિક હોય છે.