JanvaJevu
Title:- "જાણો કુસ્તીબાજ કિંગ ‘બ્રૂસ લી’ વિષે જાણવા જેવી જરૂરી વાતો...."
https://goo.gl/P1eaPR
દુનિયાના સૌથી મોટા માર્શલ આર્ટના આર્ટીસ્ટ ‘ધ ગ્રેટ બ્રૂસ લી’ ને તેમની ફિલ્મો અને માર્શલ આર્ટ માટે ઓળખવામાં આવે છે. કોઈ પણ માર્શલ આર્ટ ચેમ્પિયનની વાત ચાલતી હોય અને બ્રૂસ લી નું નામ ન આવે એ શક્ય નથી.
* બ્રૂસ લી અમેરિકાના કેલીફોર્નીયા માં જનમ્યા હતા. તેઓ ચીની હોંગકોંગના અભિનેતા, માર્શલ આર્ટીસ્ટ, ફિલ્મ નિર્દેશક, પટકથા લેખક અને એક અસાધારણ સંસ્થાપક હતા. બ્રૂસ લી ના પિતા ચીની અને માતા જર્મની ના હતા.
* બ્રૂસ લી એ ૧૯૪૧માં ‘golden gate girl’ નામની એક ફિલ્મ કરી હતી ત્યારે તેમની ઉંમર ફક્ત ૩ મહિનાની જ હતી.
* બ્રૂસ લી પાણીથી નફરત કરતા હતા તેથી તેમણે તરતા નહોતું આવડતું.
* ૧૯૬૨માં બ્રૂસ લી એ એક માર્શલ આર્ટની ફાઈટ દરમિયાન વિપક્ષી પર એક પછી એક એવા ૧૫ તાબડતોડ પંચ અને એક કિક ઝડી દીધી હતી. બ્રૂસ લી એ આ કારનામો ફક્ત 11 સેકંડની અંદર જ કર્યો હતો.
* બ્રૂસ લી ના એક કિકની ક્ષમતા એટલી બધી તેજ હતી કે એક ફિલ્મની શુટિંગ દરમિયાન એક શૂટને ૩૪ ફ્રેમ ધીમી કરવામાં આવી હતી. જેથી સ્ક્રીન પર એવું ન લાગે તે નકલી કિક મારી રહ્યા છે. કારણકે આવી કિક સામાન્ય માણસ ન મારી શકે.
* બ્રૂસ લી જયારે નાના હતા ત્યારે ચીની હોવાથી બ્રિટીશ લોકો તેને હેરાન કરતા હતા. આ પરેશાનીથી તંગ આવીને તેઓ એ માર્શલ આર્ટ શીખવાનું નક્કી કર્યું.
* આ એટલા મહાન અને હોશિયાર હતા કે એક ચોખાના દાણાને હવામાં ઉડાડીને તેને ચોપસ્ટીકથી પકડવાની ક્ષમતા ઘરાવતા હતા.
* આમ તો આખી દુનિયા જ બ્રૂસ લી ની ફેન છે. પરંતુ, તેઓ પણ કોઈના ફેન હતા. એ હતા ‘ધ ગ્રેટ ગામા’ પહેલવાન (કુસ્તીબાજ). ઉપરાંત તેઓ બોક્સર ‘મોહમ્મદ અલી’ ના પણ ફેન હતા અને તેમનું સ્વપ્ન હતું કે તેઓ લાઈફ માં એકવાર તેમની સાથે ફાઈટ કરે. તેઓ નાનપણમાં તેમની ફાઈટને ટીવી માં જોતા હતા.
* બ્રૂસ લી ના ફેવરીટ ગામા પહેલવાન દુનિયાના એકમાત્ર એવા પહેલવાન હતા જેણે કોઈ જ નથી હરાવી શક્યું. ગામા પહેલવાન નું કરિયર લગભગ પાંચ દશક સુધી ચાલ્યું.
* બ્રૂસ લી એ પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન ફક્ત એક જ વાર હારનો કર્યો હતો.
* એક સમય હતો જયારે બ્રૂસ લી હોલીવુડના સૌથી મોંધા અભિનેતા બન્યા હતા.
* બ્રૂસ લી એ ક્યારેય કરાટે નથી શીખ્યા છતા તેઓ કરાટેના ચેમ્પિયન છે.
* ૧૯૭૩ માં ફિલ્મના (ગેમ ઓફ ડેથ) શુટિંગ દરમિયાન ‘પેઈન કિલર’ (દર્દ નિવારણ) દવા લેવાથી તેમને રિએકશન (એલર્જી) આવ્યું. દવા લીધા પછી તેઓ સુતા અને હમેશા ને માટે સુતા જ રહ્યા. જોકે, તેમના મોતનું કારણ આજે પણ રહસ્યમય બનેલ છે.
* બ્રૂસ લી ની કુલ સંપત્તિ ૧૦ મિલિયન ડોલર માનવામાં આવે છે.
* બ્રૂસ લી ના મોત બાદ તેમણે તેમના પુત્ર બ્રેન્ડન ની બાજુમાં જ લેક વ્યુ કબ્રસ્તાન, સીએટલ, અમેરિકામાં દફનાવવામાં આવ્યા છે.