10 August 2017

ઇતિહાસ વિશેષ :અસહકારનાં આંદોલન ની શરુઆત

અંગ્રેજો ની સામે આઝાદી નાં આંદોલન મા 1 ઓગસ્ટ ની તારીખ મહત્વની ગણાય છે.1920 નાં વર્ષે એ જ દિવસે મહાત્મા ગાંધી એ અસહકારનાં આંદોલન ની શરૂઆત કરી હતી.અસહકાર આંદોલન આઝાદી નાં માંગ સાથે શરુ કરવામાં આવ્યુ હતુ.તેનો અર્થ સરકાર ની સાથે સહયોગ નહીં કરીને તેમની કાર્યવાહીમાં અવરોધ પેદા કરવાનો હતો.

સપ્ટેમ્બર 1920 માં અસહકાર નાં આંદોલન નાં કાર્યક્રમ અંગે વિચાર કરવા માટે કોલકાતા માં કોંગ્રેસ મહાસમિતિ નું અધિવેશન રાખવામાં આવ્યુ હતુ.એ અધિવેશન ની અઘ્યક્ષતા લાલા લાજપત રાયે લીધી હતી.અધિવેશન માં કૉંગ્રેસએ  પહેલી વખત ભારત મા વિદેશી શાસન વિરૂદ્ધ સીધી કાર્યવાહી કરવા , 
વિધાન પરિષદઓ નો બહિષ્કાર કરવા અને અસહયોગ - સવિનય કાનૂન ભંગ નું આંદોલન કરવા માટેનો નિર્ણય લેવાયો હતો.

 કોલકાતા અધિવેશન માં ગાંધીજી એ પ્રસ્તાવ રજુ કરતાકહ્યું હતું કે , અંગ્રેજ સરકાર શેતાન છે, જેની સાથે સહયોગ કરવો શક્ય નથી . અંદોલન શરુ કરતા પેહલા ગાંધીજી એ  કેસર -એ -હિન્દ  પુરસ્કાર પરત કર્યો હતો. સેકડો લોકો એ ગાંધીજી ના માર્ગે આગળ વધીને પોતાની પદવી ઓં અને ઉપાધીઓ  પરત કરી હતી. 

અંગ્રેજ સરકારે અસહયોગ અંદોલન ને કચડી નાખવા માટે દરેક સંભવ પ્રયાસ કર્યા. કેટલાય નેતાઓને ગિરફ્તાર કર્યા. ૫ ફેબુ્રઆરી ,૧૯૨૨  ના દિવસે  ચૌરી-ચૌરા માં ભીડે પોલીસ સ્ટેશન ને સળગાવી દીધું હતું .એ બાદ ગાંધીજી એ આંદોલનને ખત્મ કરી દેવાનો નિર્ણય લીધો હતો .જો કે મોટી સંખ્યામાં લોકોએ ગાંધીજી ના આ નિર્ણય નો વિરોધ કર્યો હતો . પરંતુ ગાંધીજી તેમના આંદોલન ને ખત્મ કરવાના નીરનાય ઉપર મક્કમ રહ્યા હતા.

 આ આંદોલને આઝાદીની લડાઈ માટે લોકો ને એક કરવાનું કામ કર્યું હતું. , એ બાદ દેશમાં એકતાના નવા યુગ ની શરૂઆત થઇ હતી  

No comments: