09 December 2017

ચન્દ્ર ની ચાંદની

ચંદ્રની ચાંદની ચારે બાજુ ફેલાતી,

શિતળતા ની તે ઝાંખી કરાવતી,

ધરતી પર એ હેત વરસાવતી,

અંધકાર ને એ ખૂબ સતાવતી,

વૃક્ષો પર એ વ્હાલ વરસાવતી,

પર્વત પર એ પ્રેમ પહોંચાડતી,

માટીના કણ ને પણ ચમકાવતી,

સમસ્ત સંસારને આનંદ આપતી,

સૂર્યની સમકક્ષ રહીં તેજ વહાવતી,

વાદળી સાથે વાતો કરી ખૂબ મલકાતી,

ચંદ્ર ની ચાંદની ચારે બાજુ ફેલાતી.....

No comments: