Daily-dose of GK (Ep-188)



1.ગૃહ મંત્રાલયના રીપોર્ટ અનુસાર કયા ક્ષેત્રની સેવાઓ માટે ભારત આવવા માટે સૌથી વધુ વિઝા આપવામાં આવ્યા છે ?
જવાબ :_ મેડિકલ

2.ઓમાનના સુલતાનનું નામ શું છે કે જેમને તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે આઠ સમજુતી કરાર કર્યા છે ?
જવાબ :_ સુલતાન કબૂસ બિન સાદ

3.  તાજતેરમાં ભારત અને યુએઈ વચ્ચે કેટલા સમજુતી કરાર થયા છે ?
જવાબ :_ પાંચ

4.  ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા શરુ કરાયેલ બેન્કનું નામ શું છે ?
જવાબ :_ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટસ બેંક

5. વિશ્વની સૌથી ઉંચી હોટેલનું નિર્માણ કયા શહેરમાં શરુ કરાયું છે ?
જવાબ :_ દુબઈ

6. કયા રાજ્યની સરકારે તાજેતરમાં રાજ્યના તમામ શહેરોમાં ‘દાદા-દાદી પાર્ક’ બનાવવાનું આયોજન કર્યું છે ?
જવાબ :_ ઝારખંડ

7.એલન બોર્ડર મેડલ કયા ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે જીત્યો છે ?
જવાબ :_ સ્ટીવન સ્મિથ

8. પૂર્વ ભારતીય વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીના શ્રેષ્ઠ ઈન્ટરવ્યું પરથી હાલમાં પ્રસિદ્ધ થયેલ પુસ્તકનું નામ શું છે ?
જવાબ :_ મેરે સપનોકા ભારત

9.નેશનલ પ્રોડક્ટીવીટી ડે દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે ?
જવાબ :_ ૧૨ ફેબ્રુઆરી

10.તાજેતરમાં કયા પૂર્વ ઉદ્યોગમંત્રીનું અવસાન થયું છે કે જેઓ ગણપત યુનિવર્સીટીના સંસ્થાપક હતા ?* જવાબ :_ અનિલભાઈ પટેલ

11. તાજેતરમાં બાંગ્લાદેશના પૂર્વ મહિલા વડાપ્રધાનને ભ્રષ્ટાચારના કેસમાં પાંચ વર્ષની જેલ થઇ છે. તેનું નામ શું છે ?
જવાબ :_ ખાલિદા ઝિયા

12. હાલમાં કયા દેશમાં ૧૫ દિવસની રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી છે ?
જવાબ :_ માલદીવ
-------------------------------------------------------------------------------------------------------------
Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

أحدث أقدم