શબ્દ સમૂહ માટે એક શબ્દ

શબ્દ સમૂહ માટે એક શબ્દ 

♟જળ ઉપર બેસીને જવાનો માર્ગ 
- જળમાર્ગ

♟બીજાની જોખમદારી પોતાના પર લે તે
 – જામીન

♟આરોપ મૂક્યો બાબતનું લખાણ 
– તહોમતનામું

♟મુખપરંપરાથી ચાલી આવતી વાર્તા
 - દંતકથા

♟કોઇ ના દુ:ખ જોઇ દિલમાં થતી લાગણી 
- દિલસોજી

♟ધર્મની બાબતમાં વિચારી આગ્રહ વાળુ
 - ધર્માંધ

♟ત્રણેય કાળ નું જ્ઞાન ધરાવનાર 
- ત્રિકાળજ્ઞાની

♟પંચ સમક્ષ કરેલ તપાસ ની નોંધ 
- પંચનામુ (પંચક્યાસ)

♟અધૂરો શ્લોક પૂરો કરી આપવો તે 
- પાદપૂર્તિ

♟એકની એક વાત વારંવાર કરવી તે 
– પિષ્ટપેષણ

♟ઉપકાર ના બદલામાં સામે ઉપકાર 
- પ્રત્યુપકાર

♟મરણ તિથી કે તેની ઉજવણી
 - પુણ્યતિથી

♟લોકો માં ચાલતો વ્યવહાર કે રૂઢિ 
- લોકાચાર

♟જેનો પતિ મૃત્યુ પામ્યા હોય તેવી સ્ત્રી 
- વિધવા

♟ગામ નો વહીવટ કરનારી સંસ્થા 
- ગ્રામપંચાયત

♟પાપી મનુષ્ય ને પવિત્ર કરનાર 
- પતિત પાવન

♟જેમાંથી રસ ચાલ્યો ગયો હોય તેવું
 - રસહીન

♟મરી ગયેલ માણસ ને ઓઢાડવાનું કાપડ
 - કફન

♟ઈન્દ્રિયો વડે ન અનુભવી શકાય તેવું 
– અતીન્દ્રિય

♟બીજા ને સારું ન ખમાય તેવી લાગણી 
- અદેખાઈ

♟આંગળીથી દર્શાવવાની ક્રિયા
 - અંગુલીનિર્દેશ

♟પાછળથી અધિકાર પર આવનારી
 - ઉત્તરાધિકારી

♟મુખ્ય કથાઓમાં આવતી નાની કથા
 – ઉપકથા

♟આ એ જ વ્યક્તિ છે એવું પ્રમાણ પત્ર
 - ઓળખપત્ર

♟પોતાના કર્તવ્ય નિષ્ઠા પૂર્વક કરનાર
 - કર્તવ્યનિષ્ઠ

♟વૃદ્ધા અવસ્થા કે મૃત્યુ ન આવે તેવું
 - અજરામર

♟પોતા ના વખાણ પોતે કરવા તે
 – આત્મશ્લાઘા

♟આંખ આગળ ખાડા થઈ જાય તેવું
 – આબેહૂબ

♟ઉપકાર ઉપર અપકાર કરનાર
 – કૃતઘ્ન - કૃતઘ્ની

♟અમુક વસ્તુ જોવા જાણવા ઉત્કંઠા 
- કુતૂહલ

♟વર્તમાનપત્રોમાં સમાચાર મોકલનાર 
- ખબર પત્રી


●═══════════════════●  

Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post