"Wow! જેટલી ગાડીની ઝડપ ધીમી એટલું વધારે ફૂલ મ્યુઝીક સંભળાવે છે આ રસ્તો!!"
ગાડીમાં જયારે લોકો ડ્રાઈવ કરતા હોય ત્યારે મોટાભાગે લોકો સંગીત સાંભળવાનું પસંદ કરતા હોય છે. આજે અમે તમને એક એવા રસ્તા વિષે જણાવવાના છીએ જે તમને ગાડીમાં મ્યુઝીક ઓન કર્યા વગર જ તમને મ્યુઝીક સંભળાવશે. તો ચાલો જાણીએ આના વિષે રસપ્રદ વાતો...
જાપાનમાં દરરોજ નવી નવી ટેકનોલોજીઓ દસ્તક આપતી હોય છે. પોતાની ટેકનોલોજી અને યુનિક વસ્તુ માટે જાપાન સૌથી આગળ છે.
જાપાન નું શહેર માઉંટ ફુજીમાં જતી વખતે વચ્ચે એક એવો રસ્તો છે જે તમને તમારી કારની ઝડપ અનુસાર મ્યુઝીકની થીમમાં વધારો અને ઘટાડો કરે છે.
જો તમે તમારી કારની સ્પીડ ધીમી કરો તો તમને સંગીત ફૂલ સાંભળવા મળે. રસ્તામાં સંગીત સાંભળવા માટે મોટાભાગે લોકો કારની સ્પીડ ધીમી રાખે છે જેથી તેઓ સંગીતની મજા માણી શકે. હાલમાં જાપાન માં આવા પ્રકારના ત્રણ રસ્તાઓ છે જેમકે, હોક્કાઇડો, વાકાયામા અને ગુનમાં. આ ત્રણ રસ્તામાં લોકોને અલગ અલગ થીમ પર સંગીત સંભળાય છે.
ફક્ત આટલું જ નહિ જાપાન માં જયારે કોઈ સ્પેશ્યલ દિવસ હોય ત્યારે જાપાનનું રાષ્ટગીત પણ વાગે છે.
આ મ્યુઝિકલ રોડને જાપાન ના આર્કીટેક્ચર “શીઝુંઓ શીનોદા” એ બનાવ્યો છે. આ રસ્તામાં આવતા લોકો મ્યુઝીક સંભાળવા માટે પોતાના ગાડીની સ્પીડ ધીમી કરી નાખે છે જેથી તેઓ મ્યુઝિક ફૂલ સાંભળી શકે. માત્ર આટલું જ નહિ અહીના રસ્તામાં શીઝુંઓ શીનોદા એ ખાસ મ્યુઝિકલ સિમ્બોલ પણ બનાવ્યા છે. ૩૦૦ મીટર લાંબા રસ્તામાં બંને તરફ રીબીન લાગેલ છે, જેનાથી મ્યુઝિક સંભળાય છે. આ રસ્તાને આર્કીટેક્ચરે એવી રીતે ડીઝાઇન કર્યું છે કે તમને આમાં જાપાનનું રાષ્ટ્રીયગીત પણ સંભળાશે.
તમને જણાવી દઈએ કે આ પ્રકારના રસ્તાઓ અત્યારે જાપાન, દક્ષિણ કોરિયા, અને ડેનમાર્કમાં જ છે. આ પહેલા અમેરિકા ના કેલિફોર્નિયામાં આ પ્રકારનો રસ્તો બનાવવામાં આવ્યો હતો, પણ વહીવટીતંત્ર ની ફરિયાદ અનુસાર અહી સામાન્ય રસ્તો બનાવવામાં આવ્યો. જયારે પણ તમે જાપાન માં જાવ એટલે આ રસ્તાની મુલાકાત ચોક્કસ કરજો.