JanvaJevu
Title:- "દુનિયાના ત્રણ બજાર જ્યાં આવે છે સૌથી વધુ ખરીદદાર"
https://goo.gl/P1eaPR
Image Link:- http://www.janvajevu.com/wp-content/uploads/2015/03/6_14268705371.jpg
મોસ્ટ વિઝિટેડ પ્લેસિસ: આ ત્રણે બજારો દુનિયાનાં મોસ્ટ વિઝિટેડ ટુરિસ્ટ ડેસ્ટિનેશનના લિસ્ટમાં સામેલ છે. દરરોજ અહીં લાખો પ્રવાસીઓ આવે છે.
ઈસ્તામ્બુલનું ગ્રાન્ડ બજાર
વિશ્વનું સૌથી મોટું કવર્ડ બજાર
2013માં અહીં 91 કરોડ કરોડ પ્રવાસીઓ આવ્યા હતા. 61 શેરી અને 4399 દુકાનો છે. અહીં રોજ 3-4 લાખ મુલાકાતીઓ આવે છે. બજારમાં ચાર ગેટ છે. નોર્થમાં જૂની બુક વેચનારી દુકાનો. સાઉથમાં ટોપી વેચનારાઓનો.
ત્રીજો જ્વેલરીનો અને ચોથો મહિલાઓનાં કપડાંની દુકાનનો. અહીં 26 હજાર લોકો કામ કરે છે. રવિવારે અને બેંકની રજાના દિવસે બંધ રહે છે. દુકાનો સિવાય અહીં હજામ, એક મસ્જિદ, એક મકબરો, 10 મદરસે, 19 ફુવારા પણ છે.
Image Link:- http://www.janvajevu.com/wp-content/uploads/2015/03/5_1426870536.2.jpg
બોસ્ટનનું ફેનુઅલ હોલ માર્કેટ પ્લેસ
શહેરની વસ્તી કરતા ત્રણ ગણા મુલાકાતી
બોસ્ટનના ડાઉનટાઉનમાં બનેલા આ બાજારમાં દુનિયાના પ્રખ્યાત સ્ટ્રીટ પરર્ફોમર અને મ્યુઝિશિયન પરફોર્મ કરવા આવે છે. 1742માં બોસ્ટનના સૌથી ધનવાન વ્યાપારી પીટર ફેનુઅલે આને બનાવ્યું અને શહેરને ભેટમાં આપી દીધું. આમાં 49 દુકાનો, 18 રેસ્ટોરાં-પબ, 35 ખાણીપીણીની દુકાનો, 44 ઠેલે. 10724 ગાડીઓ માટે પાર્કિંગની જગ્યા છે. દર વર્ષે અહીં 18 કરોડ લોકો આવે છે.
સિએટલનું પાઈક પ્લેસ માર્કેટ
વર્ષમાં એક કરોડથી વધુ વિઝિટર્સ
સીએટલનું આ બજાર કિસાનો માટે બન્યું હતું. એ નવ એકરમાં ફેલાયેલું છે. પ્રથમ સ્ટારબક્સ કોફી શોપ અહીં ખૂલી હતી, જે હાલમાં પણ છે. કાંસ્યની એક પિગી બેંક પણ બની છે. જેમાં દુકાનદારો અને ખરીદદારો પાસેથી ડોનેશન ભેગું કરે છે. દર વર્ષે લગભગ 12 લાખ રૂપિયા ભેગા થાય છે. અહીં 200 વ્યાપારીઓ, 190 હસ્તકલા વેચનાર અને 100 ખેડૂતો છે.
Image Link:- http://www.janvajevu.com/wp-content/uploads/2015/03/7_1426870537-1.3.jpg
બીજા દેશોના આ છે પ્રખ્યાત બજારો
જૌહરી બજાર જયપુર
હવામહેલની આસપાસ ફેલાયેલું બજાર શાહી પરિવારની મહિલાઓ માટે બનાવાયું હતું.
ચોર બજાર
મુંબઈ : દેશનું સૌથી જૂનું બજાર છે. 150 દુકાનો છે. નામ હતું શોર બજાર, અંગ્રેજ શોરને ચોર કહેતા તેથી ચોરબજાર કહેવાયું.
મહિધરપુરા ડાયમંડ માર્કેટ સુરત
ડાયમંડ પોલિશિંગ અને કટિંગ માટે પ્રખ્યાત સુરતના આ માર્કેટમાં દરરોજ કરોડોની લેણદેણ સાંકડી ગલીઓમાંથી થાય છે.
ચાંદની ચોક
જૂની દિલ્હી : જામા મસ્જિદ અને લાલ કિલ્લાની પાસે બાજારમાં કપડાં, ઘરેણાં, અને ખાણીપીણીની દુકાનો છે. કિનરી બજાર, પરાઠાવાળી શેરી પ્રખ્યાત છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર