JanvaJevu
Title:- "ગૌરવનીય ‘ઈસરો’ ની આ વાતો જાણીને તમને તેના પર ખુબ જ Proud થશે....."
https://goo.gl/P1eaPR
* ઈસરો નું ફૂલ નામ ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન (indian space research organization) છે. ‘ઈસરો’ ને આપણા દેશની સૌથી મોટી સ્પેસ કંપની માનવામાં આવે છે. આનું હેડક્વાટર બેંગલુરુમાં છે. ઉપરાંત સંપૂર્ણ ભારતમાં આના ૧૩ સેન્ટર્સ છે.
* ઈસરો (ISRO) ની સ્થાપના ૧૫ ઓગસ્ટ, ૧૯૬૯ના સ્વતંત્ર દિવસે કરવામાં આવી હતી.
* ડો. વિક્રમ એ. સારાભાઇ ને ભારતીય અંતરીક્ષ કાર્યક્રમોના સંસ્થાપક માનવામાં આવે છે. વિક્રમ સારાભાઇ એ જ ઈસરો ની સ્થાપના કરી હતી.
* વિક્રમ સારાભાઇ ને ભારતીય સ્પેસ પ્રોગ્રામ ના જનક કહેવાય છે.
* દુનિયામાં ફક્ત ૬ અવકાશીય એજન્સીઓ પાસે જ ઘરતીથી અવકાશમાં સેટેલાઈટ છોડવાની ક્ષમતા છે. ઈસરો પણ દુનિયાની ૬ એજન્સીઓ માંથી એક છે. આમાં અમેરિકા રશિયા, ફ્રાંસ, જાપાન, ચાઇના સહીત ભારત શામેલ છે. આ આપણા દેશ માટે ગર્વની વાત છે.
* શું તમે જાણો છો દુનિયાના અન્ય વૈજ્ઞાનિક સંગઠનો ના મુકાબલે ઈસરો માં સૌથી વધુ કુવારા વૈજ્ઞાનિકો (single scientists) છે. ઘણા બધા વૈજ્ઞાનિકો આમાં સમર્પિત હોવાથી તેમણે લગ્ન નથી કર્યા. તેમણે પૂરી રીતે પોતાને દેશ માટે સમર્પિત કર્યા છે. આપણા પૂર્વ રાષ્ટ્પતિ ડો. એ.પી.જે. અબ્દુલ કલામ પણ આમાંથી જ એક છે.
* ભારત માટે ૮૬ સેટેલાઈટ લોન્ચ કરવા સિવાય ઈસરો અત્યાર સુધી વિશ્વના અન્ય ૨૧ દેશો માટે પણ ૭૯ જેટલી સેટેલાઈટ લોન્ચ કરી ચુક્યું છે.
* અમેરિકા ‘NASA’ પર જેટલો એકવર્ષ માં ખર્ચો કરે છે તેટલા ખર્ચામાં ઈસરો ૪૦ વર્ષ કરતા વધુ વર્ષ સુધી કામ કરી શકે છે.
* ઈસરો નું બજેટ કેન્દ્ર સરકાર ના કુલ ખર્ચા કરતા ૦.૩૪ % અને GDP ૦.૦૮ % છે. આ સહેજ પણ વધુ ખર્ચો નથી.
* ઈસરો અન્ય દેશોના મુકાબલે કેટલું આગળ છે તેનો અંદાજો એ વાત પર લગાવી શકાય કે આપણો પાડોશો દેશ પાકિસ્તાન ની પણ પોતાની ઈસરો ની જેવી SUPARCO નામની સ્પેસ કંપની છે. આની સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ ૧૯૬૧માં બની હતી જયારે આપણી ઈસરો ૧૯૬૯માં. ઈસરો આજ સુધી પોતાના માટે ૮૯ સેટેલાઈટ લોન્ચ કરી ચુક્યું છે જયારે પાકિસ્તાન ની SUPARCO ફક્ત ૨ જ સેટેલાઈટ લોન્ચ કરી છે અને એ પણ વિદેશી દેશોની મદદથી.
* આર્યભટ્ટ, ઈસરો નો પહેલો ઉપગ્રહ છે. આ સવાલ ને અત્યારે સ્કુલની પરીક્ષા માં પૂછવામાં આવે છે. આને ૧૯ એપ્રિલ ૧૯૭૫માં રશિયાની મદદથી લોન્ચ કરવામાં આવ્યો હતો.
* ઈસરો માં જયારે પહેલી સેટેલાઈટ બનાવવામાં આવી હતી ત્યારે તેણે સાઈકલ પર લઇ જવાય તેવી હલકી બનાવવામાં આવી હતી. જયારે બીજી વજનદાર APPLE સેટેલાઈટ બનાવવામાં આવી ત્યારે તેને લોન્ચ કરવાના સ્થળે સાધનોની કમીના કારણે બળદગાડામાં લઇ જવામાં આવી હતી.
* ભારત (ઈસરો) પોતાના પહેલા પ્રયાસમાં મંગળગ્રહ પર પહોચનાર એકમાત્ર દેશ છે. અમેરિકા ૫ વાર, સોવિયત સંધ ૮ વાર, ચીન અને રશિયા પોતાના પહેલા પ્રયાસમાં અસફળ રહ્યા છે. છે ને ભારતીયોનું ગૌરવ ‘ઈસરો’ ની નવાઈ પમાડે તેવી વાત !!
* ઈસરો નું મંગલ મિશન આજ સુધીનું સૌથી સસ્તું છે આમાં ફક્ત ૪૮૦ કરોડ રૂપિયાનો ખર્ચો થયો હતો. જો આની ગણતરી કરવામાં આવે તો આ ૧૨ રૂપિયા પ્રતિ કિલોમીટર, જે એક રીક્ષાના ભાડા બરાબર છે. આપણું મંગલ મિશન ઘણા બધા હોલીવુડ ફિલ્મો કરતા પણ સસ્તું હતું.
* પાછલા ૩ વર્ષમાં ૮ દેશો માટે ઈસરો એ લગભગ ૪૪ સેટેલાઈટ લોન્ચ કરી. જેમાં ભારતને ૬૯૨ કરોડનો ફાયદો થયો.
* ઈસરો એ ૨૦૦૮-૦૯ માં ‘ચંદ્રમાન-૧’ સેટેલાઈટ લોન્ચ કરી, જેનું બજેટ લગભગ ૩૫૦ કરોડ રૂપિયા એટલેકે નાસા થી લગભગ ૮-૯ ગણું ઓછુ. આ એ જ સેટેલાઈટ છે જેણે ચંદ્ર પર પાણીની શોઘ કરી હતી.