31 ديسمبر 2017

Photo 3

30 ديسمبر 2017

પતંગ

ગગન કેરીએ નાવડી,
દોરીના સહારે તરતી,

થોડીક ક્ષણમાં ઉંચેએ ઊડતી,
પવન ની સંગે રમત એ રમતી,

વધારે પવન માં ખૂબ લહેરાતી,
સમય આવતા યુદ્ધમાં ઝંપલવતી,

તલવાર સમાં તેજ શસ્ત્રએ રાખતી,
ખેંચી ને કે આપી ને એ કાપતી,

ચારે બાજુ પોતાનું વર્ચસ્વ જમાવતી,
કોઈ વાર શહીદ પણ થઈ જતી.

29 ديسمبر 2017

Save trees🌳. Trees save us.

આપણે બધા techonolgy ના યુગમાં પ્રકૃતિ નું મહત્ત્વ નથી સમજતા..વિશ્વં માં ધીમે ધીમેં ચિંતાજનક રિતે ઓક્સીજન વાયુ માં ઘટાડો થઈ રહ્યો છે..હોવે તમે જ વિચારો જો એક દિવસ એવો આવશે કે પૃથ્વી પર ઓક્સીજન જ નહીં હોય ત્યારે શું થશે..આ બધી ટેકનોલોજી શુ કામ ની..જો માનવ જાત આ વિષય પર ધ્યાન નહિ આપે..તો અંતે માનવજાતિ નો વિનાસ નક્કી જ છે..

શુ તમે એવું અંધકારમય ભવિષ્ય આપશો તમારી આવનારી પેઢી ને..જરાક તો વિચારો....

સૌ કોઈ અત્યારે વ્યસ્ત છે .કોઈ આ વિષય પર ધ્યાન નથી આપતું..

વિશ્વમાં દરેક દેશ માં હોવે ધીમે ધીમે જંગલો માં ઘટાડો થતો જોવા મળે..જંગલો એકલા નાશ નથી પામતા પરંતુ તેની સાથે સાથે અસંખ્ય જીવજંતુઓ , પ્રાણીઓ , ઔષધિય અને દુર્લભ વનસ્પતિ પણ નાશ પામે છે..અને આ સાથે અસંખ્ય વૃકક્ષો નાશ પામવાથી ઓક્સિજન ઉત્પાદન માં ઘટાડો થાય છે..

માનવવસ્તી માં દર વર્ષે વધારો થાય છે..પણ શું જંગલો માં કે વૃક્ષોની સંખ્યામાં વધારો થાય છે ખરો..?

વૃક્ષોની છેદન ની પ્રક્રિયામાં સૌથી મોટો હાથ માનવ જરૂરિયાત નો છે..લોકોને ઘરમાં ફર્નિચર થઈ લઈને કેટલીય વસ્તુમાં લાકડાની જરૂર પડે છે..અને આ લાકડાની જરૂરત વૃક્ષો પુરી પાડે છે..

મારા મતે  ગુજરાતમાં જેમ ગાંધીનગર માં વૃક્ષો છે તેવી રિતે દરેક સિટી માં વૃક્ક્ષા રોપણ થવુ જોઈ એ .


28 ديسمبر 2017

સવાલોની માયાજાળ ( gov.ઇન)

1.ભારતીય અણુશક્તિ કાર્યક્રમ ના સર્જક નું નામ જણાવો.

૨.જનીન વિજ્ઞાન માં સંશોધન કરી નૉબેલ પારિતોષિક મેળવનાર ભારતીય વૈજ્ઞાનિક નું નામ જણાવો.

૩.અમદાવાદ ખાતે આવેલી" ફીઝીકલ રિસર્ચ લેબોરેટોરી" ની સ્થાપના કરનાર નું નામ જણાવો.

4."નંબર થિયરી" કોને આપી ?

5.વાયરલેસ ની શોધ કોને કરી ?

6.વિજ્ઞાન ના ક્ષેત્રે નોબેલ પારિતોષિક મેળવનાર પ્રથમ એશિયન વ્યકિત નું નામ જણાવો..

7.રેજોનન્સ ની શોધક નું નામ જણાવો.

8.રામન અસર માટે ડૉ.સી વી રામન ને કઈ સાલ માં નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું. ?

9.સફરજન માં કયો એસિડ હોય છે ?

10.પૃથ્વી ને તોલનાર પ્રથમ વૈજ્ઞાનિક નું નામ જણાવો.

11.કયા દિવસને "વિજ્ઞાન  દિવસ "તરીકે ઉજવવામાં આવે છે ?

|【 મિત્રો , તમે વાંચતા તો ઘણું હશો..પણ શું મારા આ સવાલો ના જવાબ આપવા સક્ષમ છો.. ચાલો ત્યારે આજે તમારી કસોટી છે..

તમારા જવાબ નીચે કૉમેન્ટ બોક્સ  માં આપવા.. જોઈએ તમને કેટલું આવડે છે.. 

આ સવાલો ના જવાબો થોડા જ સમય માં પ્રદર્શિત થઈ જશે.તો અત્યારે જ તમારો જવાબ કૉમેન્ટ્ બોકસ માં લખો. 】|

#11sawal

26 ديسمبر 2017

વિચાર હતો મારો,

જો તું સાથે હોત તો,
        સમુદ્ર પાર કરવાનો વિચાર હતો મારો.

જો તું માટી હોત તો,
          માટલુ બનવાનો વિચાર હતો મારો.

જો તું પાણી હોત તો,
           પરબ બનવાનો વિચાર હતો મારો.

જો તું પથ્થર હોત તો,
            મૂર્તિ બનવાનો વિચાર હતો મારો.

જો તું વૃક્ષ હોત તો,
            ડાળી બનવાનો વિચાર હતો મારો.

જો તું રસ્તો હોત તો,
          રાહદારી બનવાનો વિચાર હતો મારો.

જો તું નદી હોત તો,
            માછલી બનવાનો વિચાર હતો મારો.

24 ديسمبر 2017

Compact disc

સામાન્ય રીતે Cd ની સંગરહ ક્ષમતા કેટલી છે ?

પંચાયતી રાજ

પંચાયતી રાજ પ્રણાલી નો અમલ સૌ પ્રથમ કયા રાજ્યમાં કરવામાં આવ્યો ?

પંચાયતી રાજ

પંચાયતી રાજ પ્રણાલી નો અમલ સૌ પ્રથમ કયા રાજ્યમાં કરવામાં આવ્યો ?

અલંકાર ઓળખાવો

"બળતા અંગાર સમી આંખો તેણે સ્થિર કરી " આ કયો અલંકાર છે ?

ઘાયલ પક્ષી

મારો શો ગુનો હતો,ક્યાં પાપની મળી સજા,

હું નીકળ્યો હતો ચણતર ની શોધમાં,

એજ રોજિંદા મારા કર્યે કરવા નીકળ્યો હતો,

મુકામ શોધતો શોધતો  ખોરાક ની શોધમાં,

મારા બાળુઓ નો પેટનો ખાડો પુરવા,

લાગી નજર પંખ પર કોઈકની મારા,

ચીરી નાખી સ્વાર્થ ખાતર પોતાના,

મળી શો મઝા પ્રાણ છીનવી મારા,

આપના સ્વાર્થ ખાતર મારો સંસાર ભાંગ્યો,

મારા બાળુંડા ઓ ની ચિંતા કરનાર રજળ્યો,

આટલું કરવા છતાં પણ નિષ્પાપ રહો,

આપના પરિવાર સાથે ખુશી થી રહો.

 
biz.