29 ديسمبر 2017

Save trees🌳. Trees save us.

આપણે બધા techonolgy ના યુગમાં પ્રકૃતિ નું મહત્ત્વ નથી સમજતા..વિશ્વં માં ધીમે ધીમેં ચિંતાજનક રિતે ઓક્સીજન વાયુ માં ઘટાડો થઈ રહ્યો છે..હોવે તમે જ વિચારો જો એક દિવસ એવો આવશે કે પૃથ્વી પર ઓક્સીજન જ નહીં હોય ત્યારે શું થશે..આ બધી ટેકનોલોજી શુ કામ ની..જો માનવ જાત આ વિષય પર ધ્યાન નહિ આપે..તો અંતે માનવજાતિ નો વિનાસ નક્કી જ છે..

શુ તમે એવું અંધકારમય ભવિષ્ય આપશો તમારી આવનારી પેઢી ને..જરાક તો વિચારો....

સૌ કોઈ અત્યારે વ્યસ્ત છે .કોઈ આ વિષય પર ધ્યાન નથી આપતું..

વિશ્વમાં દરેક દેશ માં હોવે ધીમે ધીમે જંગલો માં ઘટાડો થતો જોવા મળે..જંગલો એકલા નાશ નથી પામતા પરંતુ તેની સાથે સાથે અસંખ્ય જીવજંતુઓ , પ્રાણીઓ , ઔષધિય અને દુર્લભ વનસ્પતિ પણ નાશ પામે છે..અને આ સાથે અસંખ્ય વૃકક્ષો નાશ પામવાથી ઓક્સિજન ઉત્પાદન માં ઘટાડો થાય છે..

માનવવસ્તી માં દર વર્ષે વધારો થાય છે..પણ શું જંગલો માં કે વૃક્ષોની સંખ્યામાં વધારો થાય છે ખરો..?

વૃક્ષોની છેદન ની પ્રક્રિયામાં સૌથી મોટો હાથ માનવ જરૂરિયાત નો છે..લોકોને ઘરમાં ફર્નિચર થઈ લઈને કેટલીય વસ્તુમાં લાકડાની જરૂર પડે છે..અને આ લાકડાની જરૂરત વૃક્ષો પુરી પાડે છે..

મારા મતે  ગુજરાતમાં જેમ ગાંધીનગર માં વૃક્ષો છે તેવી રિતે દરેક સિટી માં વૃક્ક્ષા રોપણ થવુ જોઈ એ .


ليست هناك تعليقات: