ગગન કેરીએ નાવડી,
દોરીના સહારે તરતી,
થોડીક ક્ષણમાં ઉંચેએ ઊડતી,
પવન ની સંગે રમત એ રમતી,
વધારે પવન માં ખૂબ લહેરાતી,
સમય આવતા યુદ્ધમાં ઝંપલવતી,
તલવાર સમાં તેજ શસ્ત્રએ રાખતી,
ખેંચી ને કે આપી ને એ કાપતી,
ચારે બાજુ પોતાનું વર્ચસ્વ જમાવતી,
કોઈ વાર શહીદ પણ થઈ જતી.
Tags:
નિરલ ની કલમે