📚📚વિજ્ઞાનના વિવિધ તથ્યો📚📚
➥ ફોસ્ફીન ગેસનો ઉપયોગ સમુદ્રીયાત્રામાં “હોમ્સ સિગ્નલ(holm’s signal) આપવામાં થાય છે.
➥ યુરિયામાં ૪૬% નાઈટ્રોજન હોય છે.
➥ વાસણોમાં કલાઈ કરવા માટે એમોનિયમ ક્લોરાઈડ વપરાય છે.
➥ પુરાતત્વ અવશેષો અને ફોસિલ્સની ઉંમર નક્કી કરવા માટે રેડિયો સક્રિય કાર્બન(C14)નો ઉપયોગ કરવામાં આવે છે.
➥ ક્લોરોફોર્મને સુર્યપ્રકાશમાં ખુલ્લો છોડવામાં આવે તો તે અતિ ઝેરી ગેસ “ફોસ્જીન”માં રૂપાંતરિત થાય છે.
➥ માટીમાં ક્ષારનું પ્રમાણ ઘટાડવા માટે “જીપ્સમ’ નો ઉપયોગ થાય છે.
➥ ટેલ્કમ પાવડરની બનાવટમાં “થિયોફોસ્ટસ ખનીજ”નો ઉપયોગ થાય છે.
➥ પાણીની કઠોરતા દુર કરવા માટે “પોટેશિયમ ક્લોરાઈડ”નો ઉપયોગ થાય છે.
➥ બરફ જમાવવા અને પીગળવાથી રોકવા તેમાં “જીલેટીન” ઉમેરવામાં આવે છે.
➥ સેકેરીનનું નિર્માણ ટોલ્યુઇન માંથી થાય છે જે સફેદ ક્રિસ્ટલ જેવો એરોમેટિક પદાર્થ છે અને શર્કરાના પ્રમાણમાં ૫૫૦ ગણો વધુ મીઠો છે.
➥ નાઈટ્રસ ઓક્સાઈડને લાફીગ ગેસ તરીકે પણ ઓળખાય છે જેની શોધ પ્રીસ્ટલે દ્વારા થઇ.
➥ હાડકામાં ૮% ફોસ્ફરસ હોય છે.
➥ એથીલ એસીટેટનો પ્રયોગ કુત્રિમ સુગંધિત પદાર્થ બનાવવામાં થાય છે.
➥ યુરીયા પહેલો કાર્બનિક પદાર્થ છે જે પ્રયોગશાળામાં બનાવવામાં આવ્યો છે.
➥ એસીટીલીનનો ઉપયોગ પ્રકાશ ઉત્પન્ન કરવામાં થાય છે.