સાચી મિલકત

૧૦ દિવસ પછી જતીનભાઈ ઘરે આવી ગયા.*
એમણે એક મહત્વનો નિર્ણય કર્યો મનોમન.*
કોઈને પણ ખબર ન પડવા દીધી. અને એમણે એમના નિર્ણય ને શબ્દ રૂપ આપ્યું.પત્ર સ્વરૂપે..*
દીકરા વહુને રૂમ માં બોલાવી આ પત્ર આપી દીધો*.
દીકરાનું નામ સુશીલ અને વહુનું નામ હતુ અમી*
ત્રીજી વ્યક્તી હતી દીકરી અને એનું નામ કલ્પના હતુ*
અને રૂમ માંથી પોતે બહાર નીકળી ગયા*.
*પત્રમાં લખ્યું હતું કે મારી પાસે જે પણ કઈ મિલકત છે તે તમે તમારી મરજી મુજબ વહેંચી લેશો,*
*અને થોડું ઘણું અમારા ઘડપણ માટે આરક્ષીત રાખજો.*
*કેટલું રાખજો એ હું નથી કહેતો પણ અમારે પાછલી ઉમરમાં કોઈ પાસે હાથ નહી લંબાવવો પડે એ ધ્યાન રાખજો.*
*બાકીની તમામ મિલકત મળી સમજી ને વહેચી લેજો. તમે જે નિર્ણય લેશો તે મને માન્ય છે*.
*હા એક ખાસ વાત…તમારી બાને આ વાતની જાણ નથી. જતીનભાઈ અને નમ્રતાબેન બહાર બેસી સંતાનોના નિર્ણય ની રાહ જોતા બેસી રહ્યા.*
*નમ્રતાબેન એટલું જ બોલ્યા કે *“મને મારા બાળકો, તેમના ઉછેર અને મેં આપેલા સંસ્કાર પર ભરોસો છે.“*
*જતીન ભાઈ બોલ્યા, *“જોઈએ તારા સંસ્કાર શું કહે છે..???*
*આ બાજુ ત્રણ જણ પત્ર વાંચી દિગ્મૂઢ થઇ ગયા.*
*બે સ્ત્રી એ જે વિચાર્યું તે આશ્ચર્ય જનક હતું.*
*એક સ્ત્રી જે ઘરની વહુ હતી તેણે તેના પતિ ને કહ્યું, *“તમે જે નિર્ણય લેશો તે હું માથે ચઢાવીશ તમારી  સહધર્મચારીણી છું*
*સાચા અર્થમાં ધર્મનિભાવીશ.*
*બીજી સ્ત્રી આ ઘરની એક દીકરી (કલ્પના)હતી......,*
*તેણે પોતાના ભાઈ ને કહ્યું, “ભાઈ આપણે બંને એક જ મા ની કુખેથી અવતર્યા છે.*
*તું જે નિર્ણય લેશે તે મને માન્ય છે. હું સહોદર માં ઉછર્યાનો ધર્મ નિભાવીશ.*
*સુશીલ બંને સ્ત્રીઓને વહાલથી ભેટી પડ્યો*.
*ત્રણેયની આંખમાં ચમક આવી એક અજબ વિશ્વાસની.*
*તેઓ બહાર આવ્યા.*
*માતા પિતાની સામે ઉભા રહ્યા. સુશીલે અમી ને કહ્યું , *અમી..........,જા રસોડામાં આજે લાપસી બનાવજે.*
*હું આજે મને મળનાર મિલકતથી ખૂબ ખુશ છું’”.*
*અને અમી રસોડામાં ચાલી ગઈ.*
*દીકરાના વેણ સાંભળી માતાપિતાના ચહેરા પર ન સમજાઈ એવી રેખા ઉપસી આવી*.
*સુશીલ અને કલ્પના માતા પિતા પાસે આવ્યા*.
*અને એમની આંખો માં આંખ પરોવી*.
*અમી રસોડામાંથી પતિનો નિર્ણય સાંભળવા આતુર બની*
*ભાઈ બહેન માતા પિતાને પગે પડ્યા.*
*અને ચારેયની આંખ માં ચોમાસું બેસી ગયું.*
*દીકરો ભાવુક હ્રદયે બોલ્યો, *“પપ્પા, આ સ્થૂળ મિલકત બધી જે છે તે તો સમય જતા ખૂટી જશે*.
*પણ મારી સાચી મિલકત જે અમૂલ્ય છે જે કદી પણ ખૂટવાની નથી અક્ષય પાત્ર છે.*
*એ મિલકત છે મારા માતા પિતા.*
*મમ્મી તને તારા સંસ્કાર પર ભરોસો નથી...????*
*પપ્પા તમને મારા પર વિશ્વાસ નથી? અરે,મને તો કાંઈ જોઈતું નથી.*
*મને તો મારા મા બાપ જ જોઈએ છે.એ જ અમારી ધરોહર છે.અમારી સાચી મિલકત છે અમારા મા- બાપ.”*
*આ સાંભળી માનું હદય ખુશીથી છલકાઈ ગયું.*
*અને એમણે મીઠા ઠપકા ના સૂરમાં જતીન ભાઈ ને કહ્યું*,
*“મેં કીધું હતું ને કે મને મારા સંસ્કાર પર પૂરો ભરોસો છે.*
*જતીન ભાઈ પણ રડવાનું ખાળી ન શક્યા.દૂર ઉભેલી અમી પણ પતિના નિર્ણયને આવકારીને હર્ષના આંસુ વહાવી દીધા*.
*.........…..અને જતીનભાઈએ કહ્યું,   *”અરે વહુ બેટા આજે તો ખરેખર લાપસી મુકો.*
*
*આવી અમુલ્ય મારી મિલકતને કદી પણ વાસ્તુ દોષ નહિ જ નડે.*
Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

أحدث أقدم