God

એક મંદિરની દર્શન માટેની લાઇનમાં એક સજ્જન ઉભા હતાં, ચહેરે કપડે સંસ્કારી અને સંપન્ન લાગતા હતાં.ગરમી અને તાપ પણ હતો...
એક પુજારી એમની પાસે આવ્યો અને છડેચોક ઓફર કરી સાહેબ અહીં હેરાન ના થાવ અને ૫૦૧ ભરી વીઆઇપી દર્શનનો લાભ લો...!!
      પેલા સજ્જને કહ્યુ એક કામ કરો આ ૫૦૦૦ આપુ છું ભગવાનને અહીં જ બોલાવી લ્યોને ... !!
પુજારી અરે એવું કાંઇ હોય ?? કેવી વાત કરો છો..??
પેલા ભાઇ કહે.. અરે નહી તમે આ ૫૦૦૦૦ રાખો અને આ મારા ઘરનું સરનામું ભગવાનને કેજો મને ત્યાં જ દર્શન આપી જાય...!!
પુજારી ... ભગવાનની મજાક કરો છો.. ???
પેલા ભાઇ કહે અમે તો  મજાક નથી કરતાં એટલે જ લાઇનમાં ઉભા છીએ ..
પણ તમે તો ઇશ્વરને જ મજાક બનાવી દીધા છે....!!!

VERY TRUE WORDS
✅✅✅✅✅
Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

أحدث أقدم