24 مارس 2017

World's 🌍 unique Highway












"આ છે દુનિયાનો એકમાત્ર હાઇવે, જે નીકળે છે બિલ્ડિંગમાથી  દુનિયામાં તમે ધણી બધી અજીબો ગરીબ ઇમારતોને જોઈ હશે. પણ આજેઅમે જે ઇમારત વિષે વાત કરવાના છીએ તે ધણી અનોખી છે. આ બિલ્ડીંગ જાપાનના ઓસાકામાં ગેટ ટાવરમાં આવેલ છે. આ એકમાત્ર એવી બિલ્ડીંગ છે ની અંદર એક્સ્પ્રેસ હાઇવે નીકળે છે અને તેની ઉપર નીચે લોકો રહે છે. ઓસાકાના ફુકુશિમાં-કુ સ્થિત ગેટ ટાવર બિલ્ડિંગ ૨૩૬ ફૂટ ઉંચી આવેલ છે. આ બિલ્ડીંગને આર્કીટેક્ચર અજુસા સેકેઈ અને યમાતો નિશીહારાએ ડીઝાઇન કરી છે. આ બિલ્ડીંગની લીફ્ટ ત્રણ માળ સુધી ઉભી નથી રહેતી. આ ગોળાકાર બિલ્ડીંગમાં ડબલ કોર કન્સ્ટ્રકશન કરેલ છે. આ બિલ્ડિંગના નિર્માણ માટે ૧૯૮૨માં બિલ્ડિંગનો નકશો તૈયાર કરવામાં આવ્યો. પરંતુ આ બિલ્ડીંગના પરમીટને રોકવામાં આવ્યો. ત્યારબાદ ૫ વર્ષ પછી એક્સ્પ્રેસ કોર્પોરેશનની સાથે તેમનો ઝગડો થયો. તે પછી ૧૯૮૯માં સીટી પ્લાન અને હાઇવે કાનૂનમાં બદલાવ થયો. અને ત્યારબાદ આ ઇમારત બનાવવાની અનુમતિ મળી. ૧૯૯૨માં આ ઇમારત તૈયાર થઈ ગઈ. આ ઇમારતને જાપાનમાં આવતા ટુરિસ્ટ ખુબ પસંદ કરે છે.   

Souce: www.janvajevu.com

ليست هناك تعليقات: