"તમિલનાડુ ના આ વિદ્યાર્થી એ બનાવી દુનિયાની સૌથી હલકી સેટેલાઈટ"
તમિલનાડુ નું શહેર ચેન્નાઈ ના પલ્લાપટ્ટી ગામ નું નામ તમે કદાચ જ સાંભળ્યું હશે. ૧૨ ધોરણ ના એક વિધાર્થી એ વિશ્વની સૌથી નાની સેટેલાઈટ બનાવી છે, જેની ગુંજ અમેરિકન સ્પેસ કંપની NASA સુધી છેક સંભળાઈ ગઈ છે. આ વિદ્યાર્થી ની ઉંમર ફક્ત ૧૮ વર્ષ જ છે, જેનું નામ રિફત શારુક છે. રિફતે ફક્ત ૬૪ ગ્રામ ના વજન નું જ સેટેલાઈટ બનાવ્યું છે. આ દરેક ભારતીયો માટે ગૌરવ ની વાત છે કે ભારત ના લોકો પણ દુનિયા સામે પોતાનું આવું ટેલેન્ટ બતાવી રહ્યું છે. શારુક દ્વારા બનાવવામાં આવેલ આ વજનમાં હલકી સેટેલાઈટ ને નાસા ૨૧ જુન ના દિવસે લોન્ચ કરશે. શાહરુખ દ્વારા બનાવવામાં આવેલ આ સેટેલાઈટ ને વૈજ્ઞાનિકો વજન માં સૌથી હલકી માને છે. શારુક પોતાની આ અનોખી સેટેલાઈટ નું નામ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો.એપીજે અબ્દુલ કલામ ના નામે ‘કલામ સેટ’ (Kalam SAT) રાખ્યું છે. તમને જાણીને નવાઈ લાગશે પણ આ સેટેલાઈટ નું વજન એક સ્માર્ટફોન કરતા પણ ઓછુ એટલેકે ૦.૧ કિલોગ્રામ જ છે. જણાવી દઈએ કે શારુકે આને રિઈનફોર્સ્ડ કાર્બન ફાઇબર પોલીમર થી બનાવી છે. શારુક જણાવે છે કે તેણે આને બનાવવામાં બે વર્ષ નો સમય લાગ્યો હતોં અને આમા ૧ લાખ રૂપિયા નો ખર્ચ થયો હતો. સૌથી રોચક વાત એ છે કે શારુકે આને વેસ્ટ થયેલ વસ્તુ માંથી બનાવી છે.
Source : janvajevu.com
Tags:
innovation