આપણા સમાજની નરી વાસ્તવિકતા

માં-બાપ ની અમુક ટેવ ઉપર જો તમને ગુસસો આવતો હોય તો જરૂર વાંચશો...

આ વાંચી લીધા બાદ જો દિલ ના ભરાઇ આવે તો તમે માણસ નહી ...

** ધડપણનોબળાપો **

બાળકે દાદાને પૂછ્યું " ધડપણ " એટલે શું દાદુ..?

દાદા -- તારી મમ્મી ને સમય મળે ત્યારે....
- ચા બનાવે ને ત્યારે પીવા મળે તે  ( ધડપણ )

- ચા નો કપ લેતા હાથ ધ્રુજે તે  ( ધડપણ )

- ધ્રુજતા હાથેચા પીતા પીતાથોડી ઢોળાય ને....
જાતે પોતું મારવું પડે... નહીં તો તારી મમ્મી રાડું નાખશે તે  ( ધડપણ )

- સવારમાં નાસ્તો કરવાનું બંધ થાય તે  ( ધડપણ )

- નાહી ધોઈને તૈયાર થઈનેબહાર વહ્યું જવાનું
ને જમવા ટાણે ઘેર આવાનું તે  (ધડપણ )

- બપોરે જમીને સૌથી અલગ રૂમમાં 4 વાગ્યા સુધી.

- ઊંધ આવે કે ના આવે પડ્યું રેવાનુ તે  ( ધડપણ )

- નીચે ઉતરીને બહાર જતા હોઈયે ત્યારે નીચે છોકરા ને તેની મમ્મી નાસ્તો કરતા હોય....પણ....,જોઈને રાજી થવાનું...,ને પેટ ને મનાવી લેવાનું....
ને સાંજ સુધી બહાર રેવાનું....તે  (ધડપણ )

- અંતે તે દાદાએ કહયું કે......

" બેટા...,!  " ધડપણ " બહું જ ખરાબ છે...!

કોઈને કરચલીવાળી ચામડી અને ધ્રુજતા હાથમાં રસ જ નથી....!

સૌને લીસ્સી ચામડીમાં જ રસ છે પણ તું ચામડી ને નો જોતો હો  બેટા...!,

મારી અંદર હજી એક જુવાન દાદો જીવે જ  છે...
જેને રોજ સાંજે ૫ વાગે ભૂખ લાગે છે....
      
*  આપણા સમાજની નરી વાસ્તવિકતા  *
-------------------------------------------------------

શેર જરૂર કરજો કોઈને સમજ આવી જાય વાંચવાથી

તોં દાદા ને આવું સહન ના કરવું પડે

Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

أحدث أقدم