રિઝલ્ટ આવાનું હોય ત્યારે

ગગનમાં વિહરતા ઘનગોર વાદળા જેવું,
વિપત સામે આવતું હોય એવું લાગે,
જ્યારે રિઝલ્ટ આવાનું હોય ત્યારે.

બધુજ સુખ ચેન છીનવાઈ ગયું હોય એવું લાગે,
જ્યારે રિઝલ્ટ આવાનું હોય ત્યારે.

મંદિરમાં જઈ માથું ટેકાવી આવાનું મન થઇ આવે,
જ્યારે રિઝલ્ટ આવાનું હોય ત્યારે.

ભિખારીને જોતા 10 રૂપિયા આપવાની ઈચ્છા થઈ આવે,
જ્યારે રિઝલ્ટ આવાનું હોય ત્યારે.

અજ્ઞાત કેરો અંધકાર નજીક આવતો હોય એવું લાગે,
જ્યારે રિઝલ્ટ આવાનું હોય ત્યારે.

હૃદય પણ તેજ ગતિ થી ધડકવા લગે,
જ્યારે રિઝલ્ટ આવાનું હોય ત્યારે.

આંખ આગળ અંધકાર આવી જાય,
જ્યારે રિઝલ્ટ મુકાય જાય ત્યારે.

niral patel

નમસ્કાર તમારું સ્વાગત છે પ્રકૃતિ અને સંસ્કૃતિ ની દુનિયા માં જેમાં હું તમને આં આધુનિક યુગ માં વિસરાઈ ગયેલી સભ્યતા ના દર્શન કરાવવા નો પ્રયાસ કરીશ.

Please Select Embedded Mode To Show The Comment System.*

أحدث أقدم