મળવા ના લખાયા હતા લેખ,
આવ્યો સમય મળી ગયા એક-મેક,
બે છેડા ભેગા કરી ગાંઠ બાંધી,
સપ્તપદીના વચનો આપી બાંધી,
જીવન માં એક સરવાળો થયો,
સાથે જીવી સમય પસાર થયો,
સુખ માં બેવ સાથે રહી હસ્યાં,
દુઃખ માં દિવસો ગણી રહયા,
અંતિમ સમય નો એક આશરો મળ્યો,
સાથે રહી જિંદગીનો ખેલ જોવા મળ્યો,
Tags:
નિરલ ની કલમે