કુદરતની કળા ને કાગળ પર ઉપસાવે
એ કલમ ની તાકાત....
સૃષ્ટિનું સમગ્ર વર્ણન સાહિત્ય માં કરે
એ કલમ ની તાકાત....
માનવી ની માનવતા ને પ્રેરણા આપે
એ કલમ ની તાકાત....
નદીના નીરને શબ્દો ની માફક વહાવે
એ કલમ ની તાકાત....
પક્ષીના પીંછા કરતા પણ હળવી બનાવે
એ કલમ ની તાકાત....
સમસ્ત સમુદ્રને પણ બે લીટીમાં વર્ણવે
એ કલમ ની તાકાત....
અનંત આકાશને પણ અલંકાર વડે ઉભરાવે
એ કલમ ની તાકાત....
Tags:
નિરલ ની કલમે