સાંજ સમય, બાંકડા ની બાજુમાં બેઠેલું,
એક બીજા માં ડૂબતુ - એ પ્રેમી યુગલ.
સમય નો સાથ છોડી,દુનિયાનું ભાન ભુલી,
એક બીજા માં પરોવતું - એ પ્રેમી યુગલ.
લડતું ઝગડતું ક્રીડા કરતું, પ્રેમના એ બાણ છોડતું,
હસી ને પાછું પરોવાઈ જતું - એ પ્રેમી યુગલ.
આજુ બાજુ ની પરવા કરવા વગર,
સમસ્ત સંસાર નું સુખ મણતું - એ પ્રેમી યુગલ.
પ્રેમ છે કે વ્હેમ છે એ નતું જાણતું,
પણ અત્યારે હેમ ખેમ છે - એ પ્રેમી યુગલ.
Tags:
નિરલ ની કલમે