ફળે છે ઇબાદત, ને ખુદા મળે છે
મિત્રોને નિહાળીને, ઉર્જા મળે છે..।
નથી જાતો હું મંદિર, મસ્જિદ, ચર્ચમાં
મિત્રોના દિલોમાં જ દેવતા મળે છે..।
ખસું છુ હું જયારે સતત ખુદમાંથી
મિત્ર તારા હૃદયમાં જગ્યા મળે છે..।
સમય છે ઉકળતો ને જીવન સળગતું
મિત્રોની હથેળીમાં, શાતા મળે છે..।
ઈચ્છા ને તમન્ના બધી થાય પૂરી
મને ઊંઘમાં મિત્રના સપના મળે છે..।
ડૂબું છુ આ સંસાર સાગરમાં જયારે
મિત્રતાના મજબૂત તરાપા મળે છે..।
દવાઓ ને સારવાર નીવડે નકામી
મિત્રોની અસરદાર દુઆ મળે છે..।
જીવન કે મરણની ગમે તે ઘડી હો
સદનસીબે મને મિત્રોના ખભ્ભા મળે છે .
09 ديسمبر 2018
ગઝલ
الاشتراك في:
تعليقات الرسالة (Atom)
-
આપણો શબ્દવૈભવ * લોચન :-ચક્ષુ, આંખ, નયન, નેણ, દગ, નેત્ર, આંખ્ય, ઈક્ષણ , લિપ્સા, ચાક્ષુસ, આર્ક્ષ,નેન અવાજ :-રવ, ધ્વની, નિનાદ, શોર, ઘોઘાટ, ઘો...
-
🖊🖊ગુજરાત ની 8 મહાનગર પાલિકાઓ યાદ રાખવા ની ચાવી:🖊🖊 "રાજુભા અમે જાસુ ગાંવ. રા= રાજકોટ ...
-
🌷 🌱 અગત્યની કૃષિ ક્રાંતિઓ 🌴🌵 🌾 હરિયાળી ક્રાંતિ 👉 ધાન્ય ઉત્પાદન 🐠 નીલી ક્રાંતિ 👉 મત્સ્ય ઉત્પાદન 🥃 પીળી ક્રાંતિ 👉 તેલીબિ...
ليست هناك تعليقات:
إرسال تعليق