S..U..K..H..A..M
સુખમ્ એટલે શું..!????
👌ઘરમાં પગ મુકતા જ " આવી ગયો દીકરા" કહેતો માબાપનો અવાજ એટલે સુખમ્....
👌તકલીફના સમયે " આપણે સાથે છીયેને .. જોઇ લઇશુ.. " કહેતો પત્નીના વિશ્વાસનો રણકો એટલે સુખમ્....
👌કશું જ કહ્યાં વગર પણ સઘળું સમજી જતા સંતાનોમાં રોપાયેલ સંસ્કાર ના બીજ એટલે સુખમ્....
👌રોજ વેદી પાસે ઊભા રહી ભગવાન સામે માથું નમાવી કરાતી પ્રાર્થનાનું અજવાળું એટલે સુખમ્....
👌ભાઇબંધ કરતા પણ વધુ એવા ભાઇનો કદીય ન ડગતો ખભો એટલે સુખમ્....
👌રોજ જમતી વખતે " આ ભગવાનની કરુંપાથી મળેલું છે," તેવો અહેસાસ થવો તે સુખમ્....
👌 " તમે " અને "આપ" સાંભળી સાંભળીને થાક્યા હોઇએ ત્યારે " તું " કહેનાર દોસ્તાર મળી જતી એ "પળ"એટલે સુખમ્....
👌દોસ્ત જેવા દીકરાની જોડે મોકળા મને થતી વાતમાં રહેલ સમજણની સુગંધ એટલે સુખમ્...
👌સાસરે જતી રહેલી દીકરી ની સંપૂર્ણપણે ખોટ પુરી પાડી દેતી પૂત્રવધુ એટલે સુખમ્....
👌મહામહેનતે કમાઇને પહેલીવાર પાસબુકમાં પડેલી પાંચ આંકડાની એન્ટ્રી એટલે સુખમ્....
અને અંતે.....
👌પથારીમાં પડતા વેંત કોઇ જ ચિંતા વગર ઉંઘ આવી જાય એનું નામ સુખમ્....