કાયા તમારી કામણગારી મુખ રૂડું મલકાય,
નીરખી તુજને આજ હૈયું મારું છલકાય.
સજી શણગાર ફરો તમે આસપાસ મારી,
જોઈ તમ લાગણી મારી ગઝલમાં ઠલવાય.
નેણ તમારા છે નશીલા હોઠ છે તમારા રસીલા,
લટો જોઈ લજામણી મારો જીવડો હલવાય.
બોલો તમે કેવું સરસ તોલી તોલી અણમોલ,
સાંભળવા મનડું મારૂં અજબ ગજબ ગહેકાય.
તન બદન તમારું સુગંધ ફેલાવે છે ગજબનું,
પગલાં જ્યાં જ્યાં તમારા પડે રણ પણ મહેકાય.
Tags:
gujarati sahitya