જ્યારે સર્જેનહારને સ્વાદ માણવાનું મન થયું,
ત્યારે સર્જેન કર્યું પાણીપુરી નું,
બન્ને બાજુથી ગોળાકાર ફુલેલી,
હવા થી ખીચોખીચ ભરેલી,
ઉપર થી તોડી ને ભરાતો મસાલો,
મોં માંથી ઉભરાતો લાળનો જમાલો,
જ્યારે મળતો એમા ખટ્ટમીઠા પાણીનો સ્વાદ,
ત્યારે બની જતા સમસ્ત રસ બેસ્વાદ,
ખાવા માટે જેવી એક ઉપાડી,
તરસતી જીભ પર ખુશી છવાણી.
Tags:
નિરલ ની કલમે