અકબંદ રહસ્ય જાણવાની મઝાજ કાઈ અલગ છે,
એમાંની એક મરવાની પણ મઝા જ કાઈ અલગ છે.
પંખા ની હવા ખાવાની મઝા જ કાઈ અલગ છે,
મીઠો મધુર વાયરો એની તો વાતજ આખી અલગ છે.
ફિલ્ટર કરેલું પાણી પીવાની ટેવ અલગ છે,
વહેતા ઝરણાં નું જળ સૌથી અલગ છે.
ઘોઘાટ કરતું શહેરનું કલ્ચર અલગ છે,
શાંત નીરવ ગામ નું નેચર આખું અલગ છે.
શાંત રૂમ માં વાંચવાની મઝા અલગ છે,
વૃક્ષની નીચે બેસીને વાંચવાની મઝા બધાથી અલગ છે.
Tags:
નિરલ ની કલમે