જ્યાં કોતરી ને નામ લખ્યું હતું,
તે સ્કૂલની બેન્ચીસ બોલાવે છે.
જ્યાં દીવાલ ઉપર લીટા કર્યા હતા,
તે સ્કૂલ ની દીવાલ બોલાવે છે.
જ્યાં મિત્રો સાથે બેસીને ધમાલ કરી હતી,
તે સ્કૂલનો કલાસરૂમ બોલાવે છે.
જ્યાં મિત્રો સાથે નાસ્તો કરતા હતા,
તે સ્કૂલ ની લોબી બોલાવે છે.
જ્યાં બોર્ડ પર વારંવાર નામ લખાતું,
તે ક્લાસ નું બોર્ડ બોલાવે છે.
જ્યાં મિત્રો સાથે રમતા મારા-મારી થતી,
તે સ્કૂલ નું મેદાન બોલાવે છે.
જ્યાં લેસન વગર સાહેબની માર પડતી,
તે સાહેબ ની ફૂટપટ્ટી બોલાવે છે.
જ્યાં બોર ખાઈને ઠોડિયા મિત્રો ને મારતાં,
તે સ્કૂલ નો મિત્ર આજે બોલાવે છે.
Tags:
poem