અંક ૧(પેહલો )
એક દિવસ હું ને મારો મિત્ર બંને બેઠા હતા. વર્ષો પછી મળ્યા હોવાથી બંને એક બીજાને બહુજ ભેટ્યા.
ત્યાર બાદ મારા દોસ્ત નો પેલો જ પ્રશ્ન એ હતો કે યાર ઝીંદગી કેવી ચાલે છે ? મેં કીધું જેવી ચાલવી જોઈએ.
મેં થોડા ધીરા અવાજ થી કીધું. ત્યાં અચાનક જ એક અવાજ આયો, અમે જોઉં તો બે પતિ પત્ની ઝગડતા હતા . ત્યાં જ મિત્ર એ પૂછ્યું અરે ભાઈ આતો આમનું રહેવાનું.
હું થોડીવાર જોઈ રહ્યો પછી પાછો અહીંયા આઈને બેસી ગયો. ત્યાર બાદ મેં કીધું સુ કરવા ઝગડતા હશે , પ્રેમ થી રહી ના શકે. ત્યારે જ મારો મિત્ર બોલ્યો અરે અંજલિ(એક પાત્ર)ક્યાં છે? અંજલિ મારી શું હતી એ ખાલી એજ જાણતો હતો ! હું થોડી વાર ચૂપ રહ્યો પછી પાછું એને કીધું જવાબ આપ , એની વાણી મને અલગ લાગી, મેં કીધું મને નથી ખબર. પછી અમે બંને ચૂપ ,
રહ્યા થોડી વાર, એ બોલ્યો માફ કરજે દોસ્ત મને ખબર નહોતી . મેં કીધું કઈ વાંધો નહિ મને કોઈ શિકાયત નથી એનાથી એ જ્યાં બી હોય ખુશ હોય બસ એ જોઈએ! આવું કેહતા જ એ બોલ્યો ભાઈ વાત ખોટી કરી . આ કેહતા જ મને કઈક થવા લાગ્યું , આંખમાં જેમ હઝારો વર્ષો થી દરિયા ની જેમ પાણી ભરાયું હોય, હૈયું જેમ
ફાટી જાય એવું રુદન કરતુ હોય એવું લાગતું હતું.એટલા માં જ હું જમીન પર ઢળી પડ્યો!
લી. પ્રતિક ની કલમે.
વધુ આવતા અંક માં... 👌
Tags:
પ્રતિક ની કલમે