🔺01. કોઇપણ વસ્તું કે માણસની એટલી બધી અપેક્ષા ન રાખવી કે તેના વગર જીવી ના શકાય.
🔺02. પાંપણો પર જો પાળ બાંધી હોત ને સાહેબ , તો....આ આંખો સાતેય દરિયાની માલિક હોત..
🔺03. અફવા એ એવું ઝડપી ગતીવાળું પક્ષી છે, જેની પાંખોને ક્યારેય 'વા' લાગતો નથી.
🔺04. સાપ ઘરે જોવા મળે તો લોકો દંડો મારવા દોડે છે અને શિવ લિંગ પર જોવા મળે તો દુધ પીવડાવવા દોડે છે... સન્માન તમારું નહિ, તમારા સ્થાન અને સથિતિનું થાય છે.
🔺05. આપણે જેમને સહુથી વધુ ચાહીએ તેમનામાં જ આપણને વધુ દુઃખ આપવાની શક્તિ રહેલી હોય છે.
🔺06. દુનિયાની સાચી હકીકત જ્યાં સુધી "સાચી વાત" ઘરની બહાર નીકળે...... ત્યાં સુધીમાં તો "ખોટી વાતે" અડધી દુનિયા ફરી લીધી હોય છે..
🔺07. સિંહ અને વાઘ ખુબજ શક્તિશાળી છે. પણ શિયાળ ક્યારે સર્કસમાં કામ નથી કરતો. (શાંતિથી વિચારજો )
🔺08. બસ દિલ જીતવાનો જ હેતુ રાખજો. કારણ કે...... દુનિયા જીતીને પણ સિંકદર ખાલી હાથે જ ગયો....
🔺09. અજબ રિવાજ છે આપણા દેશનો , નજર મર્દૉની ખરાબ હોય છે , અને સ્ત્રીઓને લાજ કાઢવાનું કહે છે
🔺10. ઘડિયાળ ની ટીક ટીક ને મામુલી ના સમજો સાહેબ..એટલું સમજી "જિંદગીના વૃક્ષ" પર કુહાડી ના વાર છે..!
🔺11. તમે ભલે તમારા જીવનથી અસંતુષ્ટ હોવ. પણ ઘણા લોકો એવા હશે જે તમારા જેવુ જીવન જીવવા તરસતા હશે.
🔺12. કોઇને ' સારા ' લાગશો, કોઈને ' ખરાબ ' લાગશો, પણ ચીંતા ના કરશો... જેવા જેના વિચારો હોય છે, તેવા જ તેના ' મૂલ્યાંકન ' હોય છે.
🔺13. લાગણીઓ ના વ્યવહાર માં ખેલ ના કરાય વાલા. કારણ કે સાચા મિત્રોના ક્યાંય સેલ ના ભરાય. દોસ્ત તારી ગેરહાજરી એટલે ફીલ અને તારી હાજરી એટલે મહેફિલ.
🔺14. રેતી માં ઢોળાયેલ ખાંડ કીડી વીણી સકે પરંતુ હાથી નહિ તેથી ક્યારેય નાના માણસ ને નાનો ના ગણવો ક્યારેક નાનો માણસ મોટું કામ કરી જાય છે..